પેરાગ્લાઈડિંગ કરવા જતા જવાઈ ગયું ને પછી જે થયું તે જોઈ તમે હસવું નહિ રોકી શકો.

પેરાગ્લાઈડિંગનો શોખ ઘણા લોકોને હોય છે પરંતુ જ્યારે તે કરવાનો સમય આવે છે તો સારા સારા લોકોના જીવ એક મિનિટ માટે તાળવે ચોંટી જાય છે.…

પેરાગ્લાઈડિંગનો શોખ ઘણા લોકોને હોય છે પરંતુ જ્યારે તે કરવાનો સમય આવે છે તો સારા સારા લોકોના જીવ એક મિનિટ માટે તાળવે ચોંટી જાય છે. કંઈક આવું જ થયું છે પવનની સાથે. પવન માટે પેરાગ્લાઈડિંગ કરવાનો નિર્ણય મુસીબત સાબિત થઈ ગયો. પવન જેવું જ આકાશની ઉંચાઈ પર પહોંચ્યો તો તેની હાલત ખરાબ થઈ ગઈ પરંતુ તેના મોઢાના હાવ-ભાવ જોવા લાયક હતા અને તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. વાયરલ આ વીડિયો હિમાચલના કાંગડા જિલ્લાના બીડ બિલિંગનો છે. જ્યા દાર્જિલિંગથી ફરવા આવેલા પર્યટક પવને પેરાગ્લાઈડિંગ કરવાનું વિચાર્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે ગાઈડ જ્યોતિ ઠાકોર પેરાગ્લાઈડિંગ માટે પવનને ઉંચા આસમાને લઈ જાય છે પરંતુ ઉંચાઈ પર પહોંચતાની સાથે જ પવનનો ડરના કારણે ખૂબ ખરાબ હાલ થઈ ગયો. પવન તો પોતાના ગાઈડને એમ પણ કહેતો સંભળાઈ રહ્યો છે કે હવા ખૂબ છે ગ્લાઈડરમાં કાંણુ પાડી દો તેના પર તેની હંમત વધારતા ગાઈડ વારંવાર તેને કહે છે કે તે પોતાને સંભાળે. પવન વારંવાર ગાઈડને પુછે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શું આખુ ચક્કર મારશો? આ વાત પર ગાઈડ કહે છે કે તમે શાંતી રાખો બસ હંમણા ઉતરવા જ જઈ રહ્યા છીએ.

આખરે 7-8 મિનિટ બાદ પવને શાંતિ પૂર્ણ લેન્ડ કર્યુ અને કસમ ખાધી કે હવે તે ફરી પેરાગ્લાઈડિંગ નહીં કરે. તમને જણાવી દઈએ કે ગાઈડ જ્યોતિ ઠાકુરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પેરાગ્લાઈડિંગ સ્કાય ડાયવિંગના ચેમ્પિયનની રીતે દાખલ છે. સાથે જ જ્યોતિ ભારતના ટોપ 10 પાયલેટોમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *