ખેડૂતો માટે સારા સમાચાર: કોરોના લોકડાઉન દરમ્યાન મોટી જાહેરાત, મળશે આટઆટલા લાભ

Published on Trishul News at 3:52 PM, Tue, 21 April 2020

Last modified on April 21st, 2020 at 3:56 PM

મુખ્યમંત્રીના મુહય સચિવ અશ્વિનીકુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં સુજલામ સુફલામ અભિયાન તાત્કાલિક શરુ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચેકડેમો, નદીઓ, તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય 10 જૂન સુધી કરવામાં આવશે. ખેડૂતો પણ વિનામૂલ્યે ખેતર માટે આ કામગીરીથી નીકળતી માટી લઈ શકશે. આ માટે કોઈ રોયલ્ટી ચૂકવવી પડશે નહી. આ કામગીરી દરમિયાન કોરોના ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ યોજનામાં ખેડૂતોને માટી, શ્રમિકોને રોજગારી મળશે તથા રાજ્યમાં પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.

ગુજરાત સરકાર દ્વારા લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં 27 એપ્રિલથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ માટે 27 એપ્રિલથી 10મી મે સુધી રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલશે. 27 એપ્રિલથી  30 મે સુધી ખરીદ પ્રક્રિયા ચાલુ રહેશે. ખેડૂતોને એસએમએસથી સમય અને તારીખ જણાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "ખેડૂતો માટે સારા સમાચાર: કોરોના લોકડાઉન દરમ્યાન મોટી જાહેરાત, મળશે આટઆટલા લાભ"

Leave a comment

Your email address will not be published.


*