પુત્રના જન્મદિવસે પિતાએ સરકારને શરમાવે તેવી આપી સમાજને ભેટ. જાણી ને ચોંકી જશો.

સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી પરિવારજનો પુરતી સિમિત રહેતી હોય છે. પરંતુ મોરબીના એક દંપતિએ પુત્રના બર્થડેની ઉજવણી કંઇક અલગ રીતે કરવાનું નક્કી કર્યું હતું…

સામાન્ય રીતે જન્મ દિવસની ઉજવણી પરિવારજનો પુરતી સિમિત રહેતી હોય છે. પરંતુ મોરબીના એક દંપતિએ પુત્રના બર્થડેની ઉજવણી કંઇક અલગ રીતે કરવાનું નક્કી કર્યું હતું અને પુત્રને તો બર્થડે ગીફ્ટ આપી સાથો-સાથ સમાજને પણ સારો અને આરામથી ચાલી શકાય તેવો સમથળ રસ્તો બનાવી આપ્યો. માત્ર ત્રણ જ કલાકની મહેનત અને બે ટ્રેક્ટર ભરીને મેટલ તેમજ એક લોડરની મદદથી આ દંપતિએ વહીવટી તંત્રનું નાક કાપીને હાથમાં આપી દીધું હતું અને આસપાસના રહીશોની શુભેચ્છા મેળવી હતી.

પુત્રનાં 19માં જન્મદિવસ નિમિતે સોસાયટીનો રોડ રીપેર કરાવી આપ્યો

મોરબીમાં ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા છે તૂટેલા રોડ રસ્તા પર થઈ ગયેલા મસમોટા ગાબડાઓને કારણે વાહન ચાલક હેરાન પરેશાન થયા છે પરંતુ તેમ છતાં તંત્ર હજુ સુધી ખાડાઓપુરવા માટે જાગતું નથી ત્યારે મોરબીના જ કેટલાક લોકો જાત મહેનત જિંદાબાદ સમજીને તંત્રનું કાર્ય કરી રહ્યા છે. મોરબીના રવાપર ગામ નજીક આવેલા સાનિધ્ય પાર્કને મુખ્ય રોડ સાથે જોડતો રસ્તો તૂટી ગયો છે લગભગ 100 મિટરથી વધુનો આ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે સોસાયટીના રહેવાસીઓને દરરોજ આ રોડ પસાર કરવો માથાના દુખાવા સમાન બની ગયો હતો આ સમસ્યાનો તંત્ર પાસે કોઈ હલ ન હોવાથી તે જ વિસ્તારમાં રહેતા પરેશભાઈ રણછોડભાઈ મેરજા તથા તેમના પત્ની નીતાબેનએ તેમના પુત્ર દીપનાં 19માં જન્મદિવસ નિમિતે સોસાયટીનો રોડ રીપેર કરાવી આપ્યો હતો.

દંપતીએ જાતે મહેનત કરીને ખાડામાં મેટલનું પુરાણ કર્યું

બે ટ્રેક્ટર મેટલ અને એક લોડરની મદદથી આ દંપતીએ પણ ખાડા બુરવા લાગી ગયા હતા. તેમને જોઇને તેમના પાડોશીઓએ પણ મદદ કરી રોડ વ્યવસ્થિત કરી દીધો હતો થોડા દિવસ પૂર્વે એક ટ્રાફિક પોલીસ કમી પોતાના ખર્ચે અને મહેનતે ખાડા બુરવાનું કામ કર્યું છે હવે નગરપાલિકાના તંત્રને ક્યારે શરમ આવશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *