ગોપાલ અને હાર્દિકને બંનેની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની ઘેલછા નરેશ પટેલને ભાજપમાં જવા મજબુર કરશે!

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષમાં જે ન કરી શકે તે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માત્ર બે વર્ષમાં કરી બતાવવા જઈ રહી છે. આધારભૂત…

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષમાં જે ન કરી શકે તે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માત્ર બે વર્ષમાં કરી બતાવવા જઈ રહી છે. આધારભૂત સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નરેશ પટેલે (Naresh Patel Kagwad) તેની દિલ્હી મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુલાકાત લીધી છે. અરવિંદ કેજરીવાલે નરેશ પટેલને કોંગ્રેસના પંજા પર નહીં પરંતુ પંજાબમાંથી રાજ્યસભા સાંસદ તરીકે દિલ્હી લઈ આવવાની ઓફર આપી છે. આ ઓફરને પગલે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાવાના શક્યતા રહેલી છે.

છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ (Naresh Patel Kagwad) કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ઉત્તર પ્રદેશ ચૂંટણીના રીઝલ્ટ અને પંજાબ માં આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત જોઈને તેઓ એ કોંગ્રેસમાં જોડાવાનું માંડી વાળ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ખુદ નરેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે રાજકીય પ્રવેશ અંગે હું ૨૦ થી ૩૦ માર્ચ સુધીમાં નિર્ણય કરીશ. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે અને આમ આદમી પાર્ટી હાલના સંજોગોમાં ઓછામાં ઓછા ચાર સાંસદ બનાવી શકે તેમ છે.

નરેશ પટેલે દિલ્હી મુલાકાત અંગે ખુલાસો કર્યો હતો કે દિલ્હી એક ઉદ્યોગિક મેળો હતો. જેમાં અમારી એક પાર્ટનર કંપની દેશમાં છે. ત્યાંના અધિકારીઓ દિલ્હી આવવાના હતા અને ત્યાં મારે સિગ્નેચર ની જરૂર હોવાથી દિલ્હી જવાનું થયું હતું. પણ મારી કોઈ રાજકીય બેઠક થઈ નથી.

નરેશ પટેલની રાજકીય વિચારધારા પહેલેથી જ કોંગ્રેસ તરફથી રહી છે. પરંતુ તેઓ પાટીદાર વોટબેંક ને પગલે ભાજપના નેતાઓને પણ ખોડલધામમાં ખેંચી લાવે છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પણ નરેશ પટેલ જલ્દીથી પોતાના પક્ષમાં આવી જાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાતના રાજકારણ મા કેવા ફેરફારો થશે.

નરેશ પટેલ ભૂતકાળમાં સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે મને સમાજ આદેશ કરશે તો હું સમાજ ને પૂછીને રાજકારણમાં જવાનો નિર્ણય કરીશ, પરંતુ સમાજના પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરું. હાલમાં પાટીદાર આંદોલનકારીઓ પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરીને ભાજપનું નાક દબાવી રાખેલ છે અને બીજી તરફ આપ અને કોંગ્રેસ બંને નરેશ પટેલને પોતાના કરવામાં કોઈ કચાશ છોડી રહ્યું નથી.

નરેશ પટેલે ડિસેમ્બર 2021 માં કોંગ્રેસમાં જોડાવા નો નિર્ણય કરી લીધો હોવાનું રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. બીજી તરફ નરેશ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલીક શરતો પણ કરી હોય એવો પણ દાવો થઈ રહ્યો છે. નરેશ પટેલ ઇચ્છી રહ્યા છે કે આપ અને કોંગ્રેસ ગુજરાતમાં ભેગા મળીને ચૂંટણી લડે અને પોતાને ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન પદ તરીકે મૂકવામાં આવે. જેથી આડકતરી રીતે જનતામાં તે મુખ્યમંત્રી ચહેરા તરીકે પ્રસ્થાપિત થાય.

નરેશ પટેલ ની નજીક રહેલા વિશ્વાસુઓનુ માનીએ તો નરેશ પટેલ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ માં પ્રવેશ કરે તો હાર્દિક પટેલ (Hardik Patel) અને ગોપાલ ઇટાલિયા (Gopal Italia) પોતાના હીતના ટકરાવ થાય તે બાબતે ચિંતિત છે. જેથી તેઓ નથી ઈચ્છી રહ્યા કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં આવે. આ બંને નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સપના જોઇ રહ્યા છે, જેના કારણે નરેશ પટેલ પોતાનું સન્માન સાચવવા ભાજપમાં જઈને બેસે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *