હીરા બજારમાં લોકસંપર્ક કરવા ગયેલા ગોપાલ ઇટાલીયાને અટકાવવા પોલીસે કરી ટીંગાટોળી

Published on: 6:47 pm, Wed, 13 January 21

સુરતના હીરા બજાર માં હીરાવેપારીઓની મુલાકાત લઈ રહેલા ગોપાલ ઇટાલિયાને પોલીસ જનસંપર્ક થતો અટકાવવા ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઇ જવાયા છે. પોલીસે શા માટે આ કાર્યવાહી કરી તે હજુ સ્પષ્ટ નથી થઇ શક્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો આરોપ છે કે, ગોપાલ ઇટાલિયાને ભાજપ સરકારે પોલીસને મોકલી ને વેપારીઓને મળતા અટકાવવામાં આવ્યા છે.

આ ધરપકડ બાબતે આપના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, સુરતમાં ખજોદ ડાયમંડ બુર્સમાં કથિત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે હિરા વેપારીઓ તરફથી આમ આદમી પાર્ટીને વારંવાર રજૂઆતો મળતી હતી. આ અનુસંધાનમાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ગોપાલ ઇટાળીયાને આજે 3:00 વાગે સુરતના હિરા વેપારીઓને મળવા માટે અને ડાયમંડ બુર્સ કૌભાંડ અંગે જાણકારી મેળવવા માટે મહિધરપુરા ડાયમંડ માર્કેટ ગયા હતા

વધુમાં તેઓએ ઉમેર્યું કે, આ દરમ્યાન કૌભાંડી ભાજપના ઈશારે પોલીસે ગોપાલ ઇટાળીયાને કોઈપણ વેપારીને મળવા દિધા ન હતા તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કક્ષાના જાહેર જીવનના વ્યક્તિને આ બેરહેમીથી ટીંગાટોળી કરીને રીક્ષામાં નાખીને પોલીસ સ્ટેશન લઈ ગયેલ હતા.

ખજોદ ડાયમંડ બુર્સ કૌભાંડ કરનારાઓ સત્તાનો ગમે તેટલો દૂર ઉપયોગ કરી લે, પરંતુ હીરાના નાના વેપારીઓ અને સુરતની જનતાનો અવાજ બનતી આમ આદમી પાર્ટીને રોકી નહિ શકે. હાલ ગોપાલ ઇટાળીયા સહિતના કાયઁકરો વિરુઘ્ઘ મહિધરપુરા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગનો ગુનો નોધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ પર સોશિયલ ડીસટન્સ બાબતે થઇ રહેલી ભેદભાવપૂર્વકની કામગીરીને લઈને પહેલેથી જ સાવલા થઇ થઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બેફામ બનીને ગુજરાત પરીભ્રમણ કરી રહ્યા છે, જે ગુજરાત પોલીસને હજી સુધી દેખાયું નથી. વારંવાર દર અઠવાડિયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સી આર પાટીલ જાહેર સભાઓ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ પણ ઠેક ઠેકાણે રેલીઓ અને સભા કરી રહ્યા છે, મસક વગર પણ દેખાઈ રહ્યા હોય છે ત્યાં ગુજરાતના એક પણ અધિકારીની હજી હિમ્મત નથી થઇ કે અવાજ ઉઠાવીને કે કાયદો શીખવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle