માત્ર આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… આટલા કરોડ રૂપિયા

કેન્દ્ર સરકાર દ્વારા અવાર-નવાર નવી-નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કર વિવાદ (Direct Tax Disputes)સમાધાન યોજના ‘વિવાદથી…

કેન્દ્ર સરકાર દ્વારા અવાર-નવાર નવી-નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ કર વિવાદ (Direct Tax Disputes)સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ (Vivad Se Vishwas) દ્વારા અત્યાર સુધી 72,480 કરોડ રૂપિયાનો ટેક્સ (Tax) ભેગો કરી લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ યોજના અંતર્ગત ટેક્સ સંબંધિત વિવાદોને ઉકેલવામાં આવે છે. 17 નવેમ્બર સુધી આ યોજના (Scheme) અંતર્ગત 31,734 કરોડ રૂપિયાની વિવાદિત કર માંગથી સંબંધિત કુલ 45, 855 જાહેરાતો કરવામાં આવી છે.

એક લાખ કરોડ રૂપિયાના વિવાદોનું નિરાકરણ..
આ જ રીતે યોજના અંતર્ગત કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમથી પણ કુલ એક લાખ કરોડ રૂપિયાના વિવાદોનું નિરાકરણ કર્યું છે. સરકારે ગત મહિને વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ચુકવણીની સમયસીમાને ત્રીજીવાર વધારી છે.

પહેલા આના વિશે ખુલાસો કરવાની અંતિમ તિથિ 31 માર્ચ, 2020 હતી, જેને વધારીને 30 જૂન 2020 અને પછી 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી. એટલું જ નહીં ચુકવણી કરવાની અંતિમ તિથિ વધારી 31 માર્ચ, 2020 કરી દેવામાં આવી છે.

કરદાતાઓએ 72,480 કરોડ રૂપિયાના ટેક્સ ચુકવ્યા…
એક ન્યૂઝ એજન્સીની રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ યોજના અંતર્ગત વિવાદિત વેરા માંગ પર કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમો તથા અન્ય કરદાતાઓએ 72,480 કરોડ રૂપિયાના ટેક્સ ચુકવ્યા છે. આવકવેરા વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરદાતાઓને આ યોજના વિશે જાણકારી આપવા માટે ઈ-અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ યોજના હેઠળ કરદાતાઓના વિવાદિત કર, વિવાદિત વ્યાજ અને વિવાદિત દંડ અથવા ફીસને ચુકવવા માટે 100 ટકા વિવાદિત વેરો અને 25 ટકા વિવાદિત દંડ, વ્યાજ અથવા ફી ભરવી પડે છે. પ્રત્યક્ષ કર વિવાદથી વિશ્વાસ કાયદો, 2020ને 17 માર્ચ 2020ના લાગુ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *