ભારતમાં કોરોના વાયરસની દવા થઈ ગઈ તૈયાર, સરકારે ઉપયોગ કરવાની આપી મંજૂરી

સરકારે કોરોનાની સારવાર માટે સસ્તી સ્ટેરોઇડ દવા ડેક્સામેથાસોનનાં ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ દવા મિથાઇલપ્રેડનિસોલોનનાં વિકલ્પનું કામ કરશે અને આનો મૉડરેટ તથા ગંભીર લક્ષણોવાળા…

સરકારે કોરોનાની સારવાર માટે સસ્તી સ્ટેરોઇડ દવા ડેક્સામેથાસોનનાં ઉપયોગની અનુમતિ આપી દીધી છે. આ દવા મિથાઇલપ્રેડનિસોલોનનાં વિકલ્પનું કામ કરશે અને આનો મૉડરેટ તથા ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવશે.

દર્દીઓની સારવાર માટે સંશોધિત પ્રોટોકૉલ જાહેર

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે એક સંશોધિત પ્રોટોકૉલ જાહેર કર્યો છે. આ કોરોનાનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરો માટે છે. આ મહિને મંત્રાલયે કોરોનાનાં લક્ષણોની યાદીને સંશોધિત કરી હતી. ગંધ અને સ્વાદ ના અનુભવવાને પણ કોરોનાનાં લક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા હતા. ડેક્સામેથાસોનનો ઉપયોગ સંધિવા જેવી બીમારીઓમાં બળતરા ઓછી કરવા માટે કરવામાં આવે છે.

60 વર્ષથી પણ વધારે વર્ષોથી બજારમાં છે આ દવા

આનો ઉપયોગ કોરોનાનાં એ દર્દીઓમાં કરવામાં આવશે જે ઑક્સિનજન સપોર્ટ પર છે અને જેમને ઘણી વધારે બળતરા થઈ રહી હોય. આ દવા 60 વર્ષથી પણ વધારે વર્ષોથી બજારમાં છે. તાજેતરમાં જ યૂનિવર્સિટી ઑફ ઑક્સફર્ડનાં રિસર્ચર્સની એક ટીમે કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા 2000થી વધારે દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કર્યો હતો. આનાથી વેન્ટિલેટર પર સારવાર કરાવી રહેલા દર્દીઓમાં 35 ટકા ઓછા મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓમાં ડૉક્ટરોની દેખરેખમાં જ થવો જોઇએ.

દર્દીઓમાં 35 ટકા મૃત્યુદર ઘટ્યો

દર્દીઓ પર પરીક્ષણ કર્યા બાદ વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓમાં 35 ટકા મૃત્યુદર ઘટ્યો છે. WHOએ તો કહ્યું છે કે આ દવાનો ઉપયોગ ગંભીર દર્દીઓ પર ડોક્ટરની દેખરેખ નીચે કરવામાં આવે.

દેશમાં 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ 

હાલમાં દેશમાં કોરોનાનાં કેસ 5 લાખ પાર કરી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં શનિવારનાં આંકડાઓ પ્રમાણે એક દિવસમાં કોરોના સંક્રમણનાં મામલે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 18552 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ વાયરસની ઝપટમાં આવવાથી 384 લોકોનાં મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *