10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની બમ્પર ઓફર, આ રીતે કરો અપ્લાઈ

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે રેલવેમાં નોકરી કરવાનો સારો મોકો મળી રહ્યો છે. રેલવેએ અલગ અલગ પદ માટે ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો છે. જે…

સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે રેલવેમાં નોકરી કરવાનો સારો મોકો મળી રહ્યો છે. રેલવેએ અલગ અલગ પદ માટે ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય કર્યો છે. જે માટે રેલવે વિભાગે અરજી મંગાવી છે. વેસ્ટ રેલવેમાં એપ્રેન્ટિસના પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ નજીકમાં આવી રહી છે. અરજીની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી છે. ત્યારે આવા સમયે ઈચ્છુક ઉમેદવારો છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારે જ અપ્લાઈ કરે. આ ભરતી કુલ 1273 પદ ભરવા માટે થઈ રહી છે. આ પદ માટે જરૂરી લાયકાત 10 ધોરણ પાસ રાખેલ છે. અરજી કરતા ઉમેદવારો પાસે આઈટીઆઈ પાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ભરતી સંબંધિત વધુ વિગતો નીચે આપી છે.

ખાલી પદના નામ
અમે અહી ખાલી પદના નામ જણાવી રહ્યા છીએ. ડીઝલ મિકેનિક, ઈલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ, ફિટર, ટર્નર, વાયરમેન, કારપેંટર, પેંટર, ગાર્ડનર, પંપ ઓપરેટર કમ મિકેનિક, હોરિકલ્ચર આસિસન્ટંટ,ઈલેક્ટ્રોનિક મિકેનિક, સ્ટેનોગ્રાફર, ડિઝીટલ ફોટોગ્રાફી, હાઉસ કિપર અને અન્ય.

શૈક્ષણિક લાયકાત:
દરેક ઉમેદવાર 10મું પાસ હોવા જોઈએ. તે ઉપરાંત સંબંધિત ટ્રેડમાં એનસીવીટી પ્રાપ્ત આઈટીઆઈનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

ઉંમર મર્યાદા:
આ માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 15 વર્ષની હોવી જોઈએ. અને વધુમાં વધુ ઉમેદવાર 24 વર્ષનો હોવો જોઈએ. ઉંમરની ગણતરી 08.01.2020ની રીતે ગણવામાં આવશે.

અરજી ફી-100 રૂપિયા રાખવામાં આવ્યા છે.

આ રીતે થશે પસંદગી

ઉમેદવારો માટે અહીં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા હશે નહીં, ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે થસે. આ મેરિટ 10માં ધોરણ અને આઈટીઆઈમાં મેળવેલા ગુણ પર આધાર રાખશે.

આવી રીતે કરો અરજી
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ mponline.gov.in પર જઈને અરજી કરી શકો છો. તે ઉપરાંત અહી આપેલી લિંક પર જઈને પણ અરજી કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *