ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાત શિક્ષણ વિભાગની રાજહઠ: વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પેપર મોકલીને લેશે પરીક્ષા

એકતરફ કોરોનાએ દરેક લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે અને બીજીતરફ ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે, હવે તો એવો નિર્ણય લેવા જઈ રહી છે જે જાણી તમને સરકાર સમક્ષ ભારે રોષ ઉદ્ભવ થશે. રાજ્યમાં શિક્ષણ વિભાગના આડેધડ નિર્ણયોને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર ઘણી વિપરીત અસર પડી રહી છે. કોલેજોની પરીક્ષામાં તો શિક્ષણ વિભાગે પરીક્ષા રદ કરી હતી.

હાલમાં શાળાઓ માટેની પરીક્ષા જાહેર કરી છે. હાલ મુદ્દો એ છે કે કેવી રીતે પરીક્ષા લેશે તો શિક્ષણ વિભાગે તેનો પણ કિમિયો ઘડી કાઢ્યો છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવશે. જ્યારે વાલી પોતે નિરીક્ષક બનીને પોતાના બાળકની પરીક્ષા લેશે અને પેપર લખાવશે. જ્યારે શિક્ષકો દ્વારા આ ઉત્તરવહી ચકાસી માર્ક આપવામાં આવશે.

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર અંતર્ગત તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલોએ જુલાઈના અંતિમ સપ્તાહમાં માસિક પરીક્ષા લેવાનું ફરજીયાત બનાવવામાં કરવામાં આવ્યું છે. આ માટે જ પ્રશ્નપત્ર ઘરે-ઘરે જઈને આપવા માટેની કવાયત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓને ઘરે ઘરે પેપર પહોચાડવામાં આવશે એવું સરકારે રજુ કર્યું છે.

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ દર મહિનાના અંતે મુખ્ય ભાષા તથા ગણિતની પરીક્ષા લેવાશે. દરેક પરીક્ષામાં પ્રશ્નપત્ર 25 માર્કસનું હશે. આગામી 28મી જુલાઈ સુધીમાં તમામ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા પડશે. વાલીઓએ પ્રશ્નપત્રના આધારે પોતાની દેખરેખ હેઠળ બાળકો પાસે જવાબ લખાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ લખેલી ઉતરવહીઓ 31મી જુલાઈ સુધીમાં શાળાઓ પર પહોંચતી કરવાની રહેશે. દરેક પ્રશ્નપત્રમાં પાંચ માર્કસના પાંચ-પાંચ પ્રશ્ન હશે.

મહામારીને કારણે માર્ચ મહિનાથી ગુજરાતની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ કારણે ગુજરાત રાજય સરકાર દ્વારા “ઘેરથી અભ્યાસ” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સોશિયલ પ્લેટફોર્મના આધારે અઠવાડિક અભ્યાસક્રમ તથા અભ્યાસની સામગ્રી મોકલવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મહામારીને કારણે શાળાઓ માર્ચ મહિનાના અંતથી બંધ છે.

વાર્ષિક પરીક્ષાઓ પણ લેવામાં આવી ન હતી. આમ છતાં હવે શિક્ષણ વિભાગને દર મહિને પરીક્ષા લેવી છે. ગુજરાત સરકાર શિક્ષણના મામલે કોઇ ખાસ પ્લાનિંગ કે ગાઈડલાઈન વિના આડેધડ નિર્ણયો લેવા માટે હવે પ્રખ્યાત થઈ ગઈ છે. કોલેજોની પરીક્ષા લેવાના મામલે યુ-ટર્ન લેવો પડ્યો છે, ત્યાં હવે સ્કૂલ દ્વારા વાલીઓની મદદથી બાળકોની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમી રહી છે, જો પેપર વિતરણ કરનાર વ્યક્તિ જ કોરોનાસુપરસ્પ્રેડર હશે તો આ નિર્ણયનું કેવું ભયંકર પરિણામ આવી શકે છે આ વિચાર સરકારે કરવો જોઈએ. આ પહેલા શિક્ષણ મંત્રી પોતાના નિર્ણય ફેરવી પહેલેથી વિવાદમાં ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: