‘બસ આજ કી રાત હૈ જિંદગી…’ જાણો એવું તો શું થયું કે, ગીત ગાતાં-ગાતાં જ ઢળી પડ્યો પોસ્ટમેન

કહેવાય છે કે જીંદગી એક એવો નાજુક દોરો છે, જે ક્યારે તૂટી જાય તેનો આપણને ખ્યાલ હોતો નથી. આજકાલ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા(Social media)…

કહેવાય છે કે જીંદગી એક એવો નાજુક દોરો છે, જે ક્યારે તૂટી જાય તેનો આપણને ખ્યાલ હોતો નથી. આજકાલ આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઇ રહ્યા છે. જેમાં કોઈ ડાન્સ કરતી વખતે અચાનક મોતને ભેટે છે તો કોઈ બેઠા બેઠા જ મોતને ભેટે છે. ત્યારે આવો જ એક મામલો મધ્યપ્રદેશ(Madhya Pradesh)થી સામે આવ્યો છે જ્યાં ડાન્સ કરતી વખતે પોસ્ટમેનનું મોત(Postman’s death) થયું હતું.

ભોપાલમાં પોસ્ટલ સર્કલ ઓફિસમાં ડાન્સ કરતી વખતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર (ટેક્નિકલ) સુરેન્દ્ર કુમાર દીક્ષિતનું મોત થયું હતું. સુરેન્દ્ર કુમારના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સુરેન્દ્ર કુમાર દીક્ષિત ‘બસ આજ કી રાત હૈ જિંદગી, કલ હમ કહાં, તુમ કહાં…’ ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ દરમિયાન તેની તબિયત બગડે છે અને તે અચાનક જ નીચે ઢળી પડે છે.

તમને જણાવી દઈએ કે, વાયરલ થઈ રહેલો વિડીયો 16 માર્ચનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં પોસ્ટ વિભાગે ભોપાલમાં 13 થી 17 માર્ચ દરમિયાન 34મી પોસ્ટલ નેશનલ હોકી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ફાઈનલ 17 માર્ચે મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, લિંક રોડ ખાતે યોજાવાની હતી. અગાઉ, 16 માર્ચની રાત્રે, વિભાગના જ કાર્યાલય પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને ઉજવણી કરી હતી. સુરેન્દ્ર દીક્ષિત પણ તેના સાથીઓ સાથે ડાન્સ કરી રહ્યા હતા. દરમિયાન, સુરેન્દ્રને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેનું મોત થયું હતું.

સુરેન્દ્ર કુમાર દીક્ષિત મધ્ય પ્રદેશ પોસ્ટલ સર્કલ ઓફિસમાં સહાયક નિયામક (ટેક્નિકલ) તરીકે પોસ્ટેડ હતા. વાયરલ વિડીયોમાં ઘણા લોકો ‘બસ આજ કી રાત હૈ જિંદગી, કલ હમ કહાં, તુમ કહાં…’ ગીત પર એક સાથે ડાન્સ કરી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે સુરેન્દ્ર કુમાર દીક્ષિતને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવે છે અને તે નીચે પડી જાય છે. બસ આજ કી રાત હૈ જીંદગી… ગીત પર ડાન્સ સુરેન્દ્ર દીક્ષિતનો છેલ્લો ડાન્સ સાબિત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *