અહીં સરકારી શાળામાં બાળકોને રજા આપી શાળા લગ્ન માટે આપી રહ્યા છે ભાડે

ખાસ તો ગુજરાતની શિક્ષણ પદ્ધતિ કેવી છે તેતો તમે જાણતા જ હશો. અને એમાં વળી સરકારી શાળાઓને લગ્ન માટે ભાડે આપવાની પ્રથા પણ ચાલુ થઇ…

ખાસ તો ગુજરાતની શિક્ષણ પદ્ધતિ કેવી છે તેતો તમે જાણતા જ હશો. અને એમાં વળી સરકારી શાળાઓને લગ્ન માટે ભાડે આપવાની પ્રથા પણ ચાલુ થઇ ચુકી છે. શાળામાં લગ્ન પ્રસંગ કરવા માટે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવે છે. અને શાળામાં વાલી સંમેલનના નામે લગ્ન કરાવવામાં આવે છે. આ પ્રકારની ઘટના ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી છોટાપુર પ્રાથમિક શાળામાં થઇ રહી છે. છોટાપુર શાળાના પ્રિન્સીપાલ દ્બારા જ શાળાને લગ્ન માટે ભાડે આપવામાં આવી હતી અને મહત્ત્વની વાત એ છે કે, શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હોવા છતાં પણ બાળકોની ઓનલાઈન હાજરી આચાર્ય આરીફખાન ઘાસુરા દ્વારા પુરવામાં આવી હતી.

એક રિપોર્ટ મુજબર્ય દ્વારા રજા આપવામાં આવી હતી. બાળકો શાળામાં ન હોવા છતાં પણ તેમની ઓનલાઈન હાજરી પૂરી દેવામાં આવતી હતી. પહેલાતો બાળકોને રાજા છે તેમ કહી ને ઘરે મોકલી દેતા, અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ કરવામાં આવતી હતી. આ સમગ્ર ઘટના મામલે મીડિયાના લોકોને માલુમ પડતા તેઓ શાળા પર પહોંચ્યા હતા ત્યારે આ બબાતે આચાર્યએ મડીયાકર્મીઓને પણ જોઈ લેવાનું કહ્યું હતું અને મીડિયાના લોકો સામે લગ્નનું બોર્ડ તોડી નાંખ્યું હતું.

આ સમગ્ર વાત તાલુકા શિક્ષણ અધિકારીના ધ્યાને આવતા તેમને છોટાપુર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ આરીફખાન ઘાસુરા પાસેથી બાળકોને શાળામાંથી રજા આપવા બાબતે અને શાળાના મેદાનમાં બાંધવામાં આવેલા ડોમ બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેથી શાળાના પ્રિન્સિપાલ આરીફખાન ઘાસુરાએ રિપોર્ટ આપીને તેમાં જણાવ્યું હતું કે, શુક્રવાર હોવાના કારણે બાળકો નમાજ અદા કરવા માટે ગયા હતા અને ત્યારબાદ શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આવો ખોટો રીપોર્ટ આપીને શિક્ષણ અધિકારી પાસે પણ ખોટી માહિતી પહોચાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *