કોરોનાને કારણે બંધ થયેલ સ્કૂલોનો સરકારે ઉઠાવ્યો મોટો ફાયદો, લીધો આ નિર્ણય…

ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સરકારે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી રાજ્ય સરકારે બંધ સ્કૂલો અને કોલેજોનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.…

ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સરકારે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી રાજ્ય સરકારે બંધ સ્કૂલો અને કોલેજોનો મોટો ફાયદો ઉઠાવ્યો છે. બાળકોને તો સ્કૂલે જવાનું નથી પરંતુ શિક્ષકો નવરાં છે અને તેમને સરકાર પગાર આપી રહી છે તેથી સરકારે તેમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતમાં જેટલી કોવિડ હોસ્પિટલો છે ત્યાં વેકેશન ગાળી રહેલા શિક્ષકોને ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં શિક્ષકોને ડ્યુટી આપવામાં આવી છે. આ શિક્ષકોએ સરકારી કાર્યક્રમોમાં બાળકો ભેગા કરવાના હોય છે. ચૂંટણી સમયે કામ કરવાનું હોય છે. વસતી ગણતરીમાં શિક્ષકો અગ્રેસર હોય છે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત શિક્ષકો સરકારના બીજા કામો પણ કરતા હોય છે. આ શિક્ષકોને ક્યાં ગોઠવી શકાય તેવી ચર્ચા પછી સરકારે એવું નક્કી કર્યું છે કે, કોવિડ હોસ્પિટલોમાં અત્યારે મેડીકલ સ્ટાફને બેસાડવા પડે છે તેથી તેઓ કોરોના દર્દીની સેવામાં કામ લાગી શકતા નથી તેથી હોસ્પિટલોમાં હેલ્પડેક્સની જવાબદારી આ શિક્ષકોને આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલોના 200 જેટલા શિક્ષકોને ખાનગી કોવિડ હોસ્પિટલમાં કામગીરી સોંપાઈ છે, પરંતુ શિક્ષકોનો આક્ષેપ છે કે, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જે લોકો અથવા વિભાગ અત્યાર સુધી કોરોનાની કામગીરીમાં જોડાયેલા ન હોય તેમને ખાનગી હોસ્પિટલમાં ડ્યૂટી આપવામાં આવે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પાસે વાહવાહી મેળવવા કોવિડની કામગીરીમાં શિક્ષકોને સોફ્ટ ટાર્ગેટ કર્યા છે. સરકારે સૌ પ્રથમ અમદાવાદની 42 જેટલી કોવિડ હોસ્પિટલોમાં હેલ્પડેક્સ પર શિક્ષકોને નિયુક્ત કર્યા છે. શહેરમાં કુલ 160 શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી છે, જો કે શિક્ષકોએ શિફ્ટ પ્રમાણે કામ કરવાનું રહેશે. જો આ પ્રયોગ સફળ થાય તો રાજ્યભરની કોવિડ હોસ્પિટલોના હેલ્પડેક્સ પર શિક્ષકોને નિયુક્ત કરવામાં આવશે.

મ્યુનિ. કમિશનરે તેમના પત્રમાં જણાવ્યું હતું કે, જુદા જુદા ઝોનની 42 ખાનગી હોસ્પિટલોમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓને જરૂરી માહિતી મળે તે માટે આ હોસ્પિટલોમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાશે.
શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાની શરૂઆતથી જ શિક્ષકોને કામગીરી સોંપાઈ રહી છે. તે પછી સરવે, રેશનની દુકાનો પરની કામગીરી હોય કે અન્નબ્રહ્મ કિટની કામગીરી હોય છતાં પણ આજે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં શિક્ષકોને કામગીરી સોંપાઈ છે. આ સમગ્ર મુદ્દે શાસનાધિકારી એલ.ડી દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમના તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો. શિક્ષકોએ આક્ષેપ કર્યો કે, કોવિડ હોસ્પિટલ માટે ઉપલા અધિકારીઓએ શિક્ષકોનું લિસ્ટ અપાયું છે, પરંતુ તેમાં કામગીરી સોંપનાર અધિકારીનું નામ નથી. કોનો ઓર્ડર છે તેની માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે, જૂનમાં હજી શૈક્ષણિક સત્ર શરૂ થવાનું નથી. સરકાર જુલાઇમાં ચોક્કસ તારીખ નક્કી કરશે એટલે અત્યારે ઘરે નવરાં રહેલા શિક્ષકોએ હોસ્પિટલના હેલ્પડેસ્કનું કામ સોંપવામાં આવી રહ્યું છે. જોકે, આ ફરજ બદલ હજી કોઇ મહેનતાણું નક્કી કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *