અવળચંડા ચીનને આર્થિક નુકસાન પહોંચાડવા માટે ભારતે લીધો આ કપરો નિર્ણય

સીમા વિવાદને લઈ ચીને તેના માટે પોતે જાતે જ મુશ્કેલીઓ ઉભી કરી છે. લદ્દાખની ઘટના બાદ ભારત બેઇજિંગને આર્થિક રીતથી નુકસાન પહોંચાડવા માટે આગળ વધ્યું…

સીમા વિવાદને લઈ ચીને તેના માટે પોતે જાતે જ મુશ્કેલીઓ ઉભી કરી છે. લદ્દાખની ઘટના બાદ ભારત બેઇજિંગને આર્થિક રીતથી નુકસાન પહોંચાડવા માટે આગળ વધ્યું છે. મોદી સરકારે ટેલિકમ્યુનિકેશન્સ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને Huawei સહિત ચીનની કંપનીઓથી અપગ્રેડેશન ગિયર પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટેલિકમ્યુનિકેશન્સ વિભાગ ટૂંક સમયમાં બીએસએનએલ અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) દ્વારા 4G ટેક્નોલોજીની સ્થાપના માટે જાહેર કરેલું ટેન્ડર રદ્દ કરશે અને ચીનની કંપનીઓને તેનાથી બહાર કરવા માટે નિયમોમાં ફેરફાર થશે. અહીં Huawei અને ZTE જેવી ચીનની કંપનીઓ માટે મોટો ફટકો છે. કેમ કે, તેનાથી તે સ્પષ્ટ થઈ જશે કે, ચીનની કંપનીઓ દેશમાં 5G નેટવર્ક સાથે જોડાયેલા પ્રોજેક્ટથી બહાર રહેશે.

મળી રહેલી જાણકારી અનુસાર, સરકાર હવે મોબાઇલ ક્ષેત્રમાં ચીની નિર્ભરતા ઘટાડવા માટે ગંભીરતાથી કામ કરી રહી છે. એટલા માટે BSNLની સાથે ખાનગી કંપનીઓને પણ ચીન દ્વારા નિર્મિત ઉત્પાદનનો ઉપયોગમાં ઘટાડો કરવાનું સુચન આપવામાં આવ્યું છે. એક અનુમાન અનુસાર વર્તમાનમાં ભારતીય ટેલિકમ્યુનિકેશન્સ ઉપકર્ણોનું વાર્ષિક બજાર લગભગ 12,000 કરોડનું છે. જેમાં ચીનની કંપનીઓની ભાગીદારી લગભગ એક ચતુર્થાંશ છે. જ્યારે મુખ્ય બજારમાં સ્વીડનની એરિક્સન, ફિનલેન્ડની નોકિયા અને કોરિયાની સેમસંગ સામેલ છે. ભારતી એરટેલ અને વોડાફોન, આઇડિયા યુરોપીયન વિક્રેતાઓ ઉપરાંત Huawei અને ZTEની સાથે કામ કરે છે, અને રિલાયન્સ જિયો સેમસંગની સાથે કામ કરે છે.

ટેલિકમ્યુનિકેશન્સ મંત્રાલયે બીએસએનએલ, એમટીએનએલ અને અન્ય કંપનીઓના અપગ્રેડેશનમાં ચીની ઉપકરણોથી દૂર રહેવા કહ્યું છે. આ ઉપરાંત મંત્રાલયે તમામ સંબંધિત વિભાગો પર આ નિર્દેશ પણ આપ્યો છે કે, તે ભારતમાં બનેલા સામાનોની ખરીદીને તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા આપે જેથી આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધી શકાય. આ પ્રકારે જોઇએ તો ભારતે ચીનને જવાબ આપવાની શરૂઆત કરી છે. સ્વાભાવિક છે કે આવા નિર્ણયોથી આગામી દિવસોમાં ચીનને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *