લગ્નના એક દિવસ પહેલા જ વરરાજા સાથે જે થયું… પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ- ધ્રુસકે ધ્રુસકે રડ્યો ઠાકોર પરિવાર

પાટણ(Patan): જિલ્લાના રાધનપુર (Radhanpur)માં હત્યા (Murder)ની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામી છે. લગ્નના એક દિવસ અગાઉ જ ખરીદી કરવા નીકળેલા…

પાટણ(Patan): જિલ્લાના રાધનપુર (Radhanpur)માં હત્યા (Murder)ની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામી છે. લગ્નના એક દિવસ અગાઉ જ ખરીદી કરવા નીકળેલા વરરાજાની ભરબજારમાં હત્યા નિપજાવી દેવાતા હાહાકાર મચી જવા પામી છે. લગ્નના એક દિવસ અગાઉ જ વરરાજાની હત્યા (Groom murder) થતા બે પરિવારોમાં શોકનો લાગણી પ્રસરી ગઈ છે. પોલીસની તપાસમાં મૃતક યુવાનના એક વર્ષ અગાઉ એક યુવતી સાથેના સંબંધોના કારણે યુવતીના મંગેતર દ્વારા હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ખરીદી કરવા ગયેલા વરરાજાની ઘાતકી હત્યા:

મળતી માહિતી અનુસાર, સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા ઠાકોર સમાજના યુવાન વિપુલના આજરોજ રવિવારે લગ્ન હતા. આજે લગ્ન હોવાને કારણે રાધનપુર લગ્નની ખરીદી કરવા માટે ગયો હતો. રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ એક હત્યારો છરી લઈને તેના પર જેમ ફાવે તેમ તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ઈશ્વર પ્રભુ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ:

આ ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા ઈશ્વર પ્રભુ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિપુલ અને તેના પિતા ભચાઉ ગામે જમીન ભાગમાં રાખી વાવતા હતા. ત્યારે તેમની બાજુમાં રણાવાડાનો એક પરિવાર પણ રહેતો અને જમીન વાવતો હતો.

એક વર્ષ પહેલા રણાવાડાની યુવતી સાથે વિપુલના ફોટો વાયરલ થયા હતા. જો કે, જે તે સમયે સમાધાન કરી લેવાયું હતું. જે યુવતીની સગાઈ ઈશ્વર પ્રભુ સાથે થઈ હતી. આરોપી ઈશ્વર પ્રભુ દ્વારા અગાઉના સંબંધોનું મનદુઃખ રાખી આજે જ્યારે વિપુલ પોતાના લગ્નની ખરીદી કરી રહ્યો ત્યારે જ ત્યાં આવી પહોચ્યો હતો અને ચપ્પાનો ઘા મારી દર્દનાક હત્યા નિપજાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મહત્વનું છે કે, રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં હત્યાના બનાવ પછી પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *