જાણો એવું તો શું થયું કે, લગ્નના દિવસે જ વરરાજાને થપ્પડ મારી, ભાઈ સાથે જ કરી લીધા લગ્ન

Published on: 6:09 pm, Sat, 22 January 22

લગ્ન સમારોહ(Wedding ceremony)ને લઈને હંમેશા અજીબોગરીબ સમાચારો સામે આવે છે, જેને સાંભળીને ઘણી વાર લોકો વિચારમાં આવી જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો તામિલનાડુ(Tamil Nadu)ના લગ્ન સમારોહમાં જોવા મળ્યો. અહીં વર-કન્યા વચ્ચે એવી ટક્કર થઈ કે લગ્નનો આખો માહોલ જ બદલાઈ ગયો. સમારોહની મધ્યમાં, વરરાજાએ કન્યાને થપ્પડ મારી, પછી કન્યાએ તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કર્યા.

એક અહેવાલ અનુસાર, દુલ્હન પંરુતિ(Panruti)ની રહેવાસી છે જ્યારે વરરાજા પેરિયાકટ્ટુપલયમ(Periyakattupalayam)નો રહેવાસી છે. બંનેની સગાઈ ગયા વર્ષે 6 નવેમ્બરે થઈ હતી. બંનેના લગ્ન 20 જાન્યુઆરીએ કદમપુલિયુર ગામમાં થવાના હતા. બંનેનું રિસેપ્શન 19 જાન્યુઆરીએ હતું, જેમ કે ઘણા સમુદાયોમાં પ્રી-વેડિંગ રિસેપ્શનનો રિવાજ છે.

એક અહેવાલ અનુસાર, લગ્નમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. ડીજે પર વર-કન્યાએ જોરદાર ડાન્સ કર્યો હતો. જોકે, પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે દુલ્હનના પિતરાઈ ભાઈએ કપલનો હાથ પકડીને તેમની સાથે ડાન્સ કરવાનું શરૂ કર્યું. જ્યારે નાચતી વખતે પિતરાઈએ વરરાજાના ખભા પર હાથ મૂક્યો, ત્યારે વરરાજી ચિડાઈ ગયો અને તેણે કન્યા અને તેના પિતરાઈને ધક્કો માર્યો.

દુલ્હનના પરિવારે જણાવ્યું કે જ્યારે દુલ્હન સ્ટેજ પર આવી ત્યારે વરરાજાએ તેની સામે જ તેને થપ્પડ મારી દીધી હતી. મામલો એટલો વધી ગયો કે કન્યાએ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને માતા-પિતાએ પણ પુત્રીને મંજૂરી આપી. કન્યાના પરિવારને તેમના સંબંધીઓમાંથી એક યોગ્ય વર મળ્યો અને તેઓએ નિર્ધારિત સમય અને તારીખે પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ કરાવ્યા.

નામંજૂર થયેલા વરરાજાએ આ સમગ્ર મામલે પંરુતિ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે દુલ્હનના પરિવારના સભ્યોએ તેને લગ્ન સમારોહમાં ધમકી આપી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ પણ કરી હતી. વરરાજાએ લગ્ન માટે સાત લાખ રૂપિયા અને વળતરની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.