VIDEO: જૂનાગઢમાં અડધી મગફળી ખરીદીમાં પાસ કર્યા બાદ રિજેક્ટ કરાતા ખેડૂતોનો હોબાળો

જૂનાગઢ યાર્ડમાં આજે વિસાવદર પંથકના ખેડૂતોની અડધી મગફળીનો વજન થયા બાદ રિજેકટ કરાતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. બાદમાં ખરીદી બંધ કરાઈ હતી. અને પોલીસ બોલાવવી…

જૂનાગઢ યાર્ડમાં આજે વિસાવદર પંથકના ખેડૂતોની અડધી મગફળીનો વજન થયા બાદ રિજેકટ કરાતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. બાદમાં ખરીદી બંધ કરાઈ હતી. અને પોલીસ બોલાવવી પડી હતી. ખેડૂતોએ પૈસા મંગાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે તંત્રએ નબળી મગફલી આવતા રિજેકટ થઈ હોવાનું જણાવ્યું હતું.

વિસાવદર યાર્ડમાં તાજેતરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી બંધ રહી હોાથી બાકી રહી ગયેલા ખેડુતોને જૂનાગઢ, ભેંસાણ સહિતના ખરીદ કેનદ્ પર મોકલાયા છે. આજે વિસાવદરના પિયાવા, લીમધ્રા સહિતનાં ગામના ખેડુતો મગફલી લઈ જૂનાગઢ યાર્ડમાં આવ્યા હતાં. તેના સેમ્પલ બાદ વજન શરૂ કરાયો હતો.

અડધી મગફળીનો વજન થયા બાદ મગફળી રિજેકટ કરાતા ખેડૂતોએ  હોબાળો કર્યો હતો. આથી મગપલીની ખરીદી બંધ કરવામાં આવી હતી. અને પોલીસ બોલાવવી પડી હતી. ખેડુતોએ મગફળી પાસ કરાવવા માટે પૈસા મંગાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બબાલ બાદ ખરીદી બંધ થતા અન્ય ગામેથી મગફળી લઈ આવેલા ખેડુતોને હેરાન થવું પડયું હતું.

જયારે પૂરવઠા નિગમના અધિકારીએ જણાવ્યું હતું કે, સેમ્પલ લીધા તેમાં સારી મગફળી હતી. પરંતુ વજન થતો હતો ત્યારે નબળી મગફળી ધ્યાનમાં આવતા વજન કરવાનું બંધ કરી રિજેકટ કરવામાં આવી હતી.

બાકી પૈસા મંગાતા હોવાના આક્ષેપો પાયાવગરના છે. જૂનાગઢ યાર્ડમાં ખરદી શાંતીપૂર્મ રીતે રજાના દિવસોમાં  પણ થઈ છે. કયારેય કોઈ સવાલ ઉભો થયો નથી. જે મગફળીનો મુદ્દો આજે સર્જાયો હતો તે બે વખત રિજેકટ થઈ હતી. તોલ દરમ્યાન નબળી મગફલી ધ્યાનમાં આવે તો રિજેકટ કરવાની સુચના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *