ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈ આવ્યા મહત્વના સમાચાર -જાણો વિગતે

કોરોના વચ્ચે ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે ઉત્તરાયણ પછી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ…

કોરોના વચ્ચે ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા માટે ઉત્તરાયણ પછી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે. બોર્ડની પરીક્ષાના કુલ 4 મહિના પહેલા જ ફોર્મ ભરવામાં આવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા નિયત સમયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. મળી રહેલ જાણકારી પ્રમાણે ઉત્તરાયણ પછી પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે તથા મે મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય એની માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.  શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે તેનું પાલન થાય એની માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ રહી ન જાય એની માટે સમગ્ર શિક્ષણ વિભાગ અત્યારથી જ કાર્ય કરી રહ્યું છે.

1 ડિસેમ્બરે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બધી પરીક્ષાઓ રદ્દ :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 ડિસેમ્બરે લેવાનાર બધી જ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં સતત વધી રહેલ કોરોના સંક્રમણના રણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વની વાત તો એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ 52,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જો કે, હવે 15 ડિસેમ્બર પછી નવી તારીખો જાહેર કરવામાં આવશે.

શાળામાં શિક્ષકોના સમયમાં ફેરફાર કરાયો :
શાળાઓમાં શિક્ષકોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સવારે 7.30થી બપોરે 12 વાગ્યા સુધી હાજર રહેશે. વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરીને પરવાનગી ન મળે ત્યા સુધી નિર્ણય અમલમાં રહેશે. કેટલીક શાળાઓમાં બપોરના સમયે શિક્ષકોને હાજર રાખવામાં આવતા હતા પરંતુ હવા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *