ગુજરાતીઓને સસ્તી અને સારી મુસાફરી માટે GSRTC એક સાથે 1400 એક્સ્ટ્રા વેકેશન બસ દોડાવશે, જુઓ લીસ્ટ

Published on Trishul News at 11:08 PM, Fri, 21 April 2023

Last modified on April 21st, 2023 at 11:19 PM

ઉનાળુ વેકેશનમાં મુસાફરોની માંગણીને ધ્યાને લઈ GSRTC દ્વારા રાજ્યમાં દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ (ST BUS) સંચાલિત કરાશે તેવી જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) દ્વારા કરાઈ છે. આ જાહેરાતથી ઉનાળુ વેકેશનમાં બહારગામ ફરવા જવા ઈચ્છતા લોકોને મોટી રાહત મળી છે.

ગુજરાતના વિવિધ શહેરો, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો અને આંતર-રાજ્ય સ્થળો માટે પણ પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ થશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન (Summer Vacation) દરમિયાન મુસાફરોની માંગણીને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું (extra bus) સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના મુસાફરોના વિશાળ હિતને ધ્યાને રાખી ઉનાળુ વેકેશન-૨૦૨૩ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ (GSRTC EXTRA ST BUS) સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

હર્ષ સંઘવી એ જાહેરાતની વાત કરતા ઉમેર્યું કે, વેકેશન સમય દરમિયાન નિગમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી રાજ્યની મુસાફર જનતાને સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હર્ષ સંઘવીએ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા વાત કરતા જણાવ્યું છે કે વધુમાં કહ્યું કે, અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ, કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. જેનો મુસાફર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a comment

Your email address will not be published.


*