અમદાવાદ સ્ટેડીયમમાં વરસાદ બાદ આવ્યું ગીલ નામનું ‘વાવાઝોડું’ – મચાવી એવી તબાહી કે, એક જ મેચમાં બનાવી નાંખ્યા અનેક રેકૉર્ડ

GT vs MI Qualifier 2: ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) IPL 2023ની ફાઇનલ (IPL 2023 Final)માં જગ્યા બનાવી લીધી છે. અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra…

GT vs MI Qualifier 2: ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) IPL 2023ની ફાઇનલ (IPL 2023 Final)માં જગ્યા બનાવી લીધી છે. અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં 26 મે (શુક્રવાર)ના રોજ રમાયેલી ક્વોલિફાયર-2 મેચ (GT vs MI Qualifier 2)માં ગુજરાતે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને 62 રનથી હરાવ્યું હતું. મેચમાં મુંબઈને જીતવા માટે 234 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તેની આખી ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે 28 મે (રવિવાર)ના રોજ યોજાનારી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે થશે. ગુજરાત ટાઇટન્સની આ શાનદાર જીતનો હીરો શુભમન ગિલ (Shubman Gill) હતો જેણે 129 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવે 38 બોલમાં 61 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જો કે ગિલ સામે સૂર્યાની ઇનિંગ્સ નિસ્તેજ લાગી રહી હતી.સૂર્યા સિવાય તિલક વર્માએ માત્ર 14 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 43 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે કેમેરોન ગ્રીને 30 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મુંબઈના બાકીના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. ગુજરાત ટાઇટન્સ માટે ઝડપી બોલર મોહિત શર્માએ 2.2 ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ મોહમ્મદ શમી અને રાશિદ ખાનને બે-બે સફળતા મળી.

તમને જણાવી દઈએ કે વરસાદના કારણે આ મેચ અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે સારી શરૂઆત કરી હતી. વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે મળીને 6.2 ઓવરમાં 54 રનની તોફાની ભાગીદારી કરી હતી. સ્પિનર ​​પીયૂષ ચાવલાએ સાહાને સ્ટમ્પ આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. સાહાએ ત્રણ ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ પડ્યા બાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શને જવાબદારી પોતાના ખભા પર લીધી હતી. આ દરમિયાન ગિલે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

અડધી સદી પૂરી કર્યા બાદ ગિલે સિક્સરનો વરસાદ કર્યો હતો. ગિલે આકાશ મધવાલની એક ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 13મી ઓવરમાં તેણે પીયૂષ ચાવલાને બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. ગિલની તોફાની બેટિંગ ચાલુ રહી અને તેણે કેમરોન ગ્રીનના બોલ પર સિંગલ લઈને પોતાની સદી પૂરી કરી. ગિલે 49 બોલનો સામનો કરીને સદી ફટકારી હતી, જેમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. IPL 2023માં શુભમન ગિલની આ ત્રીજી સદી હતી. આ પહેલા ગિલ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પણ સદી ફટકારી ચૂક્યો છે.

IPL સિઝનમાં સૌથી વધુ સદી:

4 – વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2016)
4- જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ, 2022)
3- શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ, 2023)

ગિલે સેહવાગનો રેકોર્ડ તોડ્યો:

શુભમન ગિલે કુલ 60 બોલમાં 129 રનની ઇનિંગ રમી જેમાં સાત ચોગ્ગા અને દસ છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલ આકાશ માધવાલના હાથે ટિમ ડેવિડના હાથે કેચ આઉટ થયો હતો. ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી થઈ હતી. આ યાદગાર ઇનિંગ્સના કારણે ગિલ IPL પ્લેઓફમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ બની ગયો હતો. ગિલે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો, જેણે CSK સામે 122 રન બનાવ્યા.

IPL પ્લેઓફમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર:

129- શુભમન ગિલ (GT) vs MI, અમદાવાદ, 2023 Q2
122- વીરેન્દ્ર સેહવાગ (પંજાબ કિંગ્સ) વિ CSK, મુંબઈ, 2014 Q2
117* – શેન વોટસન (CSK) વિ SRH, મુંબઈ, 2018 ફાઈનલ
115* – રિદ્ધિમાન સાહા (પંજાબ કિંગ્સ) વિ કેકેઆર, બેંગલુરુ, 2014 ફાઇનલ

શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર એકંદરે સાતમો અને સૌથી યુવા ખેલાડી છે. ગિલે 23 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં IPL પ્લેઓફમાં સદી ફટકારી છે. ગીલે IPL પ્લેઓફમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રજત પાટીદાર અને રિદ્ધિમાન સાહા અને રજત પાટીદારની બરાબરી કરી હતી. સાહા અને પાટીદારે પણ 49-49 બોલમાં સદી ફટકારી હતી.

પ્લેઓફમાં સૌથી ઝડપી સદી:

રિદ્ધિમાન સાહા (પંજાબ કિંગ્સ વિ કેકેઆર) – 49 બોલ (2014 ફાઇનલ)
રજત પાટીદાર (RCB vs લખનૌ સુપરજાયન્ટ્સ) – 49 બોલ (2022 એલિમિનેટર)
શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ) – 49 બોલ (2023 ક્વોલિફાયર-2)

IPLનો સર્વોચ્ચ સ્કોર (ભારતનો બેટ્સમેન):

132* – કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) વિ આરસીબી, દુબઈ 2020
129- શુભમન ગિલ (GT) vs MI, અમદાવાદ, 2023
128* – ઋષભ પંત (DC) વિ SRH, દિલ્હી, 2018
127- મુરલી વિજય (CSK) વિ આરઆર, ચેન્નાઈ, 2010

IPLની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા:

(પ્લેઓફ) 10- શુભમન ગિલ (GT) vs MI, અમદાવાદ, 2023
8- રિદ્ધિમાન સાહા (પંજાબ કિંગ્સ) વિ કેકેઆર, બેંગલુરુ, 2014
8- ક્રિસ ગેલ (RCB) vs SRH, બેંગલુરુ, 2016
8- વીરેન્દ્ર સેહવાગ (PBKS) વિ CSK, મુંબઈ, 2014
8- શેન વોટસન (CSK) વિ SRH, મુંબઈ, 2018

IPLની એક સિઝનમાં સૌથી વધુ રન:

973 – વિરાટ કોહલી (RCB, 2016)
863 – જોસ બટલર (RR, 2022)
851- શુભમન ગિલ (GT, 2023)
848- ડેવિડ વોર્નર (SRH, 2016)
735- કેન વિલિયમસન (SRH, 2018)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *