સુરતના યુવાનોએ સર્જ્યો વિક્રમ- અસંખ્ય ખીલ્લાઓ વચ્ચે સુઈને બનાવ્યો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ- જુઓ દિલધડક વિડીયો

સામાન્ય રીતે આપણેને કોઈ ખીલ્લી કે ખીલ્લો પગમાં ઘુસી જાય તો કેટલું દર્દ થતું હોય છે એ તમે જાણતા જ હશો પરંતુ શું તમે છાતી…

સામાન્ય રીતે આપણેને કોઈ ખીલ્લી કે ખીલ્લો પગમાં ઘુસી જાય તો કેટલું દર્દ થતું હોય છે એ તમે જાણતા જ હશો પરંતુ શું તમે છાતી પર અગણિત ખીલ્લા રાખીને તમારી ઉપર અને નીચે રાખીને સુઈ શકો છો? સુરત ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ માટે ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજ રોજ મોસ્ટ આયર્ન રોડસ ઇન વન મિનિટ અને મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચ ની ઇવેન્ટ યોજાઈ હતી… બંને ઇવેન્ટ માં ખાસ વિસપી ખરાડીએ બે અનોખા વર્લ્ડ રેકોર્ડ કર્યા હતા. જેમાં રશિયાએ અગાઉ મોસ્ટ આયર્ન રોડસ લેન્ડ ઇન વન મિનિટ નો રેકોર્ડ કર્યો હતો, તે સુરતના વિસપી ખરાડી અને તેની ટીમે તોડી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય મોસ્ટ લેયર્ડ ઓફ લેન્સ સેન્ડવીચ નો અગાઉ આઠ લેયર્ડ નો પોતે કરેલ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો…

સુરત ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.આજ રોજ બીજા દિવસે આ ટુર્નામેન્ટ ની ઇવેન્ટ માં બે અનોખા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે.જેમાં સુરત ના વિસપી ખરાડી અને તેની ટીમને આ સમગ્ર ફાળો જાય છે.ઇન્દોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ મોસ્ટ લેયર્ડ ઓફ સેન્ડવીચ ઇવેન્ટ માં કુલ આઠ લેયર્ડ ખીલા પર બનાવવામાં આવ્યા હતા.

જે દસ સેકન્ડ સુધી એકધારું સ્ટેન્ડ બાય રાખવાનું હતું.જે વિસપી ખરાડી અને તેની ટીમે દસ સેકન્ડ થી પણ વધુ સમય સુધી એકધારું આ લેયર્ડ અડીખમ રીતે પોતાના શરીર પર ઉભું રાખી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.વર્ષ 2017 માં વિસપી ખરાડીએ આઠ લેયર્ડ નો રેકોર્ડ તોડ્યો હતો.જે આ વખતે નવ લેયર્ડનો સેન્ડવીચ બનાવી રેકોર્ડબ્રેક કર્યો છે.

તેવી જ રીતે બીજી ઇવેન્ટ માં મોસ્ટ આયર્ન રોડસ બેન્ડ માં પણ ઇન્ડિયા રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.આ ઇવેન્ટ માં એક મિનિટ માં 21 જેટલા રોડઝ 90 ડીગ્રી સુધી બેન્ડ કરવાના હતા.જે વિસપી ખરાડી એ એક મિનિટ ની અંદર જ આ તમામ રોડઝ 90 ડીગ્રી સુધી બેન્ડ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.બંને ઇવેન્ટ ને નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે આ કુડો ઇવેન્ટ માં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર હાજર રહેવાના છે.જ્યાં ત્રણ દિવસ ચાલેલી ટુર્નામેન્ટ સારું પરફોર્મન્સ બતાવનાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાના છે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *