ગુજરાતના આ શહેરમાં દારૂની મહેફીલ માણતી 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા

ગુજરાત: સમગ્ર રાજ્યમાં દારૂબંધી (Alcoholism) હોવા છતા ઘણીવખત દારૂની હેરાફેરી (Alcohol rigging) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ નવસારી (Navsari) માં દારૂની…

ગુજરાત: સમગ્ર રાજ્યમાં દારૂબંધી (Alcoholism) હોવા છતા ઘણીવખત દારૂની હેરાફેરી (Alcohol rigging) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ નવસારી (Navsari) માં દારૂની મહેફીલ માણતા લોકોની પાર્ટી (Party) માં પોલીસ (Police) દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો 8 મહિલા સહિત 11 લોકોની અટકાયત થઈ છે.

મહેફીલમાં 8 મહિલા સહિત 11 લોકો ઝડપાયા:
નવસારીમાં આવેલ ચાણક્ય એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે દારૂની મહેફીલ માણતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે, જેમાં પૈસાદાર તેમજ નામાંકિત લોકો દારૂની મહેફીલ માણતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા દારુની પાર્ટીમાંથી 8 જેટલી મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે તેમજ ઘટનાસ્થળ પરથી વિદેશી દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. પાર્ટીમાંથી પકડાયેલ મહિલાઓ દારૂના નશામાં હોવાનું પોલીસે જણાવ્યુ છે.

ચાણક્ય એપાર્ટમેન્ટમાં ચાલી રહી હતી દારૂની મહેફીલ:
રાજ્યમાં દારૂબંધી હોવા છતા દારુબંધીના લીરેલીરા સરેઆમ ઉડતા જોવા મળી રહ્યા છે, પોલીસને મળેલ બાતમી આદરે રેડ પાડવા માટે પહોંચી જતા હોય છે ત્યારે ઘણીવખત દારુની હેરાફેરી થતી હોવા છતા પોલીસ દ્વારા નક્કર કામગીરી થતી હોતી નથી. હવે દારૂની પાર્ટી કરતા આ લોકો વિરુદ્ધ પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે કે નહીં એ જોવું જ રહ્યું ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *