શાળા-કોલેજની ફી માફી માટે કોંગ્રેસનું કામ કરવા ઉતરી આમ આદમી પાર્ટી, વિધાનસભા પરિસરમાં શરુ કર્યું આંદોલન

આમ આદમી પાર્ટી દ્વારા તારીખ ૨૩-૦૯-૨૦૨૦ ના રોજ ચાર મહાનગરપાલિકાઓમાં ( અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ) શાળા – કોલેજની ફી બાબતે પ્લેકાર્ડ સાથે ધરણા…

આમ આદમી પાર્ટી દ્વારા તારીખ ૨૩-૦૯-૨૦૨૦ ના રોજ ચાર મહાનગરપાલિકાઓમાં ( અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં ) શાળા – કોલેજની ફી બાબતે પ્લેકાર્ડ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. જનતામાં આમ આદમી પાર્ટી અવાજ બની શકે તેવો વિશ્વાસ જાગ્યો હતો.પરંતુ તેમ છતાં કોઈ હલ આવ્યો ના હતો.

આમ આદમી પાર્ટીની માંગણી સ્પષ્ટ છે કે (૧) સરકાર કોરોના – શિક્ષણ રાહત પેકેજ જાહેર કરી વાલીઓને, સંચાલકોને અને શિક્ષકોને રાહત આપે. (૨) એક વર્ષ માટે વિદ્યાર્થીઓની સંપુર્ણ ફી માફી કરવામાં આવે. (૩) સંચાલકોને શાળા – કોલેજના નિભાવ ખર્ચ પેટે સરકાર ગ્રાન્ટ આપે. આ ત્રણ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બનશે. અને વિધાનસભા પરિસરમાં જ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન અંગે ત્રિશુલ ન્યુઝની વાતચીતમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, સરકાર તરફથી એ બાબતે વાલીઓને અને વિદ્યાર્થીઓને કોઈ પ્રતિભાવ મળ્યો નથી અને સરકાર ઠોસ નિર્ણય લેવાના બદલે રાહ જોવડાવી વિદ્યાર્થીઓ અને વાલીઓની સહનશક્તિ ની કસોટી કરી રહી છે. હાલમાં વિધાનસભા સત્ર ચાલુ છે. એટલે તા.૨૯-૦૯-૨૦૨૦ ને મંગળવારે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા પરિસરની સામે ( ગાંધીનગરમાં ) એક દિવસ માટે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ-ધરણા આંદોલન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પ્રો.કિશોરભાઈ દેસાઈની આગેવાની હેઠળ આશરે દોઢસો જેટલા કાર્યકર્તાઓ આ ઉપવાસમાં જોડાયા. ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર થી મોટા પ્રમાણમાં ઉપવાસીઓ સાથે 150 જેટલા કાર્યકર્તાઓ સમર્થનમાં એકત્રિત થયા હતા. માસ્ક સાથે અને સામાજિક અંતર જાળવીને આ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, પ્રસાશન દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને આ આંદોલન કચડવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જુસ્સો અકબંધ રહ્યો હતો. એક પછી એક ટીમ માં આશરે 25 જેટલા લોકો આવતા ગયા અને પોલીસ દ્વારા તેમને અટકાયતમાં લઈને ડબ્બામાં બેસાડવાની કામગીરી કરવામાં આવી હતી.

રાજ્ય મીડિયા કો ઓર્ડીનેટર ઈર્સાન ત્રિવેદીએ જણાવ્યું કે આશરે 10 થી વધારે પોલીસના ડબ્બા અને 20 થી વધુ ગાડીઓનો પોલીસનો ખડકલો તૈયાર કરી દેવામાં આવ્યો હતો જેથી કાર્યક્રમ ન થઈ શકે. પરંતુ આશરે 150 જેટલા કાર્યકર્તાઓ 30-30ની ટીમ બનાવી આ આંદોલનમાં જોડાયા અને ધરપકડ વહોરી અને તેમને સેકટર 27 ખાતે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *