ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો- આ બે દિગ્ગજ નેતા છોડશે ‘હાથ નો સાથ’

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) પહેલા કોંગ્રેસ(Congress)ની નાવ સતત ડૂબી રહી છે. ત્યારે વધુ બે નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ(Naresh Rawal)…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly elections) પહેલા કોંગ્રેસ(Congress)ની નાવ સતત ડૂબી રહી છે. ત્યારે વધુ બે નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ(Naresh Rawal) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર(Raju Parmar) કોંગ્રેસનો સાથ છોડી શકે છે. નરેશ રાવલ અને રાજુ પરમાર જૂથવાદના કારણે કોંગ્રેસ છોડશે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. બંને નેતાઓ 15 દિવસમાં ભાજપ(BJP)માં જોડાઈ શકે છે. રાજુ પરમાર SC સમુદાયના મોટા નેતા છે, જ્યારે નરેશ રાવલ બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને 17 ઓગસ્ટ ભાજપમાં જોડાઈ શકે છે. નરેશ રાવલ અને રાજુ પરમાર બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે, જેઓ હાલ પક્ષથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન ગણવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભરતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જો વાત કરવામાં આવે તો, રાજ્યસભાની 2019માં ચૂંટણી અગાઉ મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું ધરી દીધું હતુ. રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.

આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીને લઈને 10 ઉમેદવાર જાહેર:
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સાથે જ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે.

આપના 10 ઉમેદવારોની યાદી:
ભેમાભાઈ ચૌધરી : દિયોદર, વશરામ સાગઠિયા : રાજકોટ ગ્રામ્ય, સાગર રબારી : બેચરાજી, અર્જુન રાઠવા : છોટાઉદેપુર, રામ ધડુક : કામરેજ(સુરત), શિવલાલ બારસિયા : રાજકોટ દક્ષિણ, સુધીર વાઘાણી : ગારીયાધાર, રાજેન્દ્ર સોલંકી : બારડોલી, ઓમપ્રકાશ તિવારી : નરોડા અને જગમાલ વાળા : સોમનાથ એમ કુલ 10 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *