ગુજરાત વિધાનસભાના બીજા જ દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને ધૂન બોલાવતા CM ભુપેન્દ્ર પટેલ ભાગ્યા

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા(Gujarat Assembly)ની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે જ આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો(Congress MLAs) દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં કોંગ્રેસના…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા(Gujarat Assembly)ની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે જ આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો(Congress MLAs) દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હલ્લાબોલ કરવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગી ગયા હતા. CM ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાનની ધૂન’ની ગૃહમાં શરૂ કરી હતી અને ભુપેન્દ્ર પટેલ ભાગ્યા હતા.

બીજા દિવસે આજે વિધાનસભા ગૃહમાં કોરોના કેસના આંકડા મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો હતો. રાજ્યમાં કોરોનાને લીધે થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હલ્લાબોલ કર્યો હતો. વેલમાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય દોડી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેડ કરી દીધા છે.

કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા. નારાઓ ચાલુ.

કોંગ્રેસે ગૃહમાં કોરોના મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકાર દ્વારા ગૃહમાં જણાવવામાં આવ્યું હતું. જો કે સરકાર રોજના અવસાન નોધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081 લોકોના મૃત્યુ થયા છે તેવું જાણવા મળ્યું છે.

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર રાજ્ય સરકારે જવાબ આપતા કહ્યું છે કે, રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020-21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વર્ષ 2019-20 મા 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ જેટલો દેવામાં વધારો થયો છે.

રાજ્યમાં કોરોના મહામારીના કારણે ખાનગી શાળાઓમાં ફી ઘટાડવા માટે રજૂઆતો મળી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર કર્યો છે. વર્ષ 2020-21 માં 50 અરજીઓ અને વર્ષ 2021-21 માં 61 અરજીઓ મળી ચુકી છે. વિધાનસભામાં રેમડેસિવિર ઈંજેકશનનો મુદ્દો પણ ઉઠ્યો હતો. ગેરકાયદેસર રેમડેસિવિર ઈંજેકશન મામલે કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 56 વ્યકિતઓ પાસેથી રેમડેસિવિર ઈંજેકશન જથ્થો પકડાયો હતો. કોરોનામાં 54 વ્યક્તિઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *