કેજરીવાલનો ભાજપને ડર: ભાજપના મેનીફેસ્ટોમાં દેખાઈ મફત યોજનાની કેટલીક ઝલક

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ચાર જ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે આજે વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્ર(BJP Manifesto) જાહેર કરવામાં આવ્યું છે.

જાણો શું છે ભાજપના સંકલ્પપત્રમાં:
₹10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ. ₹25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરીશું. દેશના પહેલા પરિક્રમા પથનું નિર્માણ. સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો પથ સાઉથ ઈસ્ટર્ન હાઈ-વે (1,630 કિ.મી.). સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત. સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું. ₹80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું

લાભાર્થીઓને તેમના ખાતામાં સીધી સહાય. દેશમાં 100% DBT હેઠળ તમામ સરકારી યોજનાઓને આવરી લેનારું ગુજરાતને પ્રથમ રાજ્ય બનાવીશું. પોલીસ ફોર્સનું આધુનિકીકરણ. ₹1,000 કરોડથી વધુના ખર્ચે પોલીસ ફોર્સને સશક્ત કરીશું. ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી વાળું રાજ્ય બનાવીશું. આગામી 5 વર્ષમાં ₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ લાવીશું. ધોલેરામાં દેશનો પ્રથમ એવિએશન પાર્ક વડોદરામાં એરક્રાફ્ટ પ્રોડક્શન યુનિટ બનાવીશું. ગાંધીનગર અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટને વેગ આપીશું. રાજકોટ અને વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરીશું.

ગૌશાળા અપગ્રેડ કરવા માટે ₹500 કરોડ ફાળવીશું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સી ફૂડ પાર્કનું નિર્માણ કરીશું.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારની મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું. ₹110 કરોડના ભંડોળ સાથે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોનોસ્ટિક સ્કીમ’ શરૂ કરીશું. ₹10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું. મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું. આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું.

IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરીશું. વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીશું. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તે લક્ષ્યાંક. ફેમિલી કાર્ડ યોજનાના માધ્યમથી દરેક પરિવારને તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ અપાવીશું. શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું. ‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટી ભલામણનો સંપૂર્ણપણે અમલ કરીશું. દેશવિરોધી પ્રવૃત્તિઓને દૂર કરીશું. ‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવીશું. અસામાજિક તત્વો દ્વારા મિલકતોને થયેલા નુક્શાનની વસૂલાત કરીશું.

‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજિસ ટુ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટીઝ એક્ટ’ લાગુ કરીશું. ‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર: દાહોદથી પોરબંદર (611 કિ.મી.). ઉત્તર-દક્ષિણ કોરિડોર: પાલનપુરથી વલસાડ (558 કિ.મી.). નેશનલ હાઈ-વેની કનેક્ટિવિટી વધારીશું. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ વિકસાવીશું. ‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડ ખર્ચીશું. પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવીશું.

મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડ ફાળવીશું. વૈશ્વિક સ્તરે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણ કરીશું. ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ અંતર્ગત ₹1 લાખ કરોડ ફાળવીશું. અંબાજીથી ઉમરગામ સુધી ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ બનાવીશું. આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ કોલેજોની સ્થાપના કરીશું. આદિવાસી યુવાઓને રોજગારી પૂરી પાડવા 8 GIDCની સ્થાપના કરીશું
25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો’ બનાવીશું.

ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું. આદિવાસી તાલુકાઓમાં 50 ‘મોતીલાલ તેજાવત ઈન્ક્યુબેટર્સ’ની સ્થાપના કરીશું. સબ પ્લાન હેઠળ મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા કરીશું. KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું. ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ આપીશું. વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને ₹1.50 લાખ કરીશું.

‘મિશન મંગલમ 2.0’નું ભંડોળ ₹2,500 કરોડ સુધી વધારીશું. આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું. અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને ₹50,000ની વન ટાઈમ ગ્રાન્ટ આપીશું.
‘મિશન અમૃત સરોવર’ હેઠળ વર્ષ 2025 સુધીમાં 5,000 વોટર રિચાર્જ પ્રોજેક્ટ માટે ₹1,000 કરોડનું ફંડ ફાળવીશું. ગુજરાતને ભારતના મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકેનું સ્થાન જાળવી રાખીશું. સર્વિસ-સેક્ટર IT/ITeS, ફિનટેક અને પર્યટન પર ધ્યાન આપીશું. વ્હીકલ સ્ક્રેપેજ અને ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં રહેલા આપણાં સામર્થ્યનો ઉપયોગ કરીને ગુજરાતને ભારતનું રિસાયક્લિંગ હબ બનાવીશું.

કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને સાબરકાંઠાના સ્પેશિયલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઝોનમાં સહાયક પ્રાથમિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરીશું. પ્રદૂષણ ઘટાડવા માટે GSRTCની 50% બસો LNG અને હાઇડ્રોજન ઈંધણ પર ચલાવીશું. નાના શહેરો અને ગામડાઓને નજીકનાં શહેરી કેન્દ્રો સાથે જોડવા માટે 1,000 ઈ-બસોનો કાફલો વિકસાવીશું. પીપાવાવ, મૂળ દ્વારકા અને મુન્દ્રા જેવા નવા સ્થળો ઉમેરી રાજ્યભરમાં ફેરી અને રો-રો પેક્સના વર્તમાન નેટવર્કને વિસ્તારીશું. તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક અને દરેક જિલ્લામાં ‘સાયબર ફોરેન્સિક યુનિટ’ બનાવીશું. 100% પ્રસૂતિ દવાખાનામાં થાય તે સુનિશ્ચિત કરીશું. સગર્ભા સ્ત્રીઓ માટેની ખાસ 200 એમ્બ્યુલન્સનો વધારો કરીશું. ગુજરાત પોલીસની સ્પેશ્યિલ મહિલા કમાન્ડો ફોર્સ બનાવીશું જે ‘વીરાંગના’ તરીકે ઓળખાશે
નવા વ્યવસાય-ધંધાને વિકસાવવા માટે દરેક જિલ્લામાં મોટા પ્રમાણમાં સબસિડી વાળી કો-વર્કિંગ સ્પેસની સ્થાપના કરીશું. ‘સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી’ના વિઝનનો વ્યાપ વધારીને દરેક જિલ્લામાં ‘સ્વર્ણિમ સ્પોર્ટ્સ એકેડમી’નું નિર્માણ કરીશું.

રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપીશું. મેડિકલ સીટોની ક્ષમતામાં 30%નો વધારો કરીશું. વર્ષ 2025 સુધી ગુજરાતને TB મુક્ત રાજ્ય બનાવવાનું લક્ષ્ય, TBના દર્દીઓને ₹1,000 પ્રતિમાસ સહાય આપીશું. લોકોની પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘સુપોષિત ગુજરાત સશક્ત ગુજરાત મિશન’ શરુ કરીશું. SC/ST વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક સ્કોલરશિપની રકમ ડબલ કરીશું. 50 નવી સમરસ હોસ્ટેલ બાંધીશું. 1 મે ગુજરાત સ્થાપના દિવસના ઉત્સવને 3 દિવસ લાંબા ‘ગુજરાત ગૌરવ મહોત્સવ’ તરીકે ઊજવવાનું શરુ કરીશું.

ટોચની વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓને ગુજરાતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરીશું. 10,000 સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સની સુવિધાઓ વિકસાવવા માટે ₹500 કરોડના ‘જામ શ્રી રણજીતસિંહજી ખેલ કોષ’નું નિર્માણ કરીશું. ‘હેલ્થ રિક્રૂટમેન્ટ બોર્ડ’ની રચના કરીશું. જે ડોક્ટર અને નર્સ જેવા મેડિકલ સ્ટાફની ભરતી કરશે. સમગ્ર ગુજરાતમાં 100 ‘અન્નપૂર્ણા કેન્ટીન’ શરુ કરીશું, જ્યાં દિવસમાં 3 વાર માત્ર ₹5 માં ભોજન મળશે. EWS વેલફેર બોર્ડની રચના કરીશું જે શિક્ષણ અને ભરતીમાં નિયમોની દેખરેખ કરશે અને EWS વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.

નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી નાણાકીય સહાયને ડબલ કરીશું. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 4 ‘ઉમાશંકર જોશી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ’ની સ્થાપના કરીશું. ‘મેડિકલ ટૂરિઝમ પોલિસી’ લોન્ચ કરીશું. જેનાથી મેડિકલ વેલ્યૂ ટ્રાવેલને પ્રોત્સાહન આપીશું. ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ અને હેરિટેજ અભ્યાસ માટે ‘ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી’ બનાવીશું. ₹100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ‘ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેન’ લોન્ચ કરીશું. 100ની ક્ષમતાવાળું એક એવા 50 રેનબસેરા બનાવીશું જેથી શહેરી બેઘર લોકોને આશ્રય મળી શકે. આદિવાસી વિસ્તારોમાં નવા 50 મોબાઈલ મેડિકલ હેલ્થ યુનિટ્સ જોડીશું, જે સતત ઉત્તમ સારવાર પૂરી પાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *