ગુજરાતઃ બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન આજથી શરૂ થશે- જાણો બોર્ડના રીઝલ્ટની તારીખ

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઈ છે. હવે પરીક્ષાર્થીઓની ઉત્તરવાહી ચકાસણી શરુ થશે. 34,000 થી વધુ શિક્ષકો સોમવારે ધોરણ દસ અને 12 (વિજ્ઞાન પ્રવાહ) ની…

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઇ ગઈ છે. હવે પરીક્ષાર્થીઓની ઉત્તરવાહી ચકાસણી શરુ થશે. 34,000 થી વધુ શિક્ષકો સોમવારે ધોરણ દસ અને 12 (વિજ્ઞાન પ્રવાહ) ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓ મંગળવારે પૂર્ણ થશે.

પરિણામો જાહેર કરવામાં કોઈ વિલંબ ન થાય તે માટે પેપરો વહેલા મૂલ્યાંકન માટે લેવામાં આવ્યા છે. શિક્ષકો દ્વારા કુલ 54 લાખ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.

GSHSEBના સૂત્રોએ જણાવ્યું હતું કે ધોરણ 10ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા માટે 24,700 શિક્ષકો માટે 174 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, 60 કેન્દ્રો પર, 9,000 શિક્ષકો ધોરણ 12 ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ની ઉત્તરવહીઓ 13 એપ્રિલથી મૂલ્યાંકન માટે લેવામાં આવશે.

ધોરણ 10ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકનની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં 174  કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર 24700 શિક્ષકો દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે. ધોરણ 10માં કુલ 49 લાખ  ઉત્તરવહીઓ તપાસવામાં આવનાર છે. જેમાં પ્રથમ ભાષાની 7.86 લાખ, દ્વિતીય ભાષાની 7.62 લાખ, ગણિત બેઝિકની 7.70 લાખ, ગણિત સ્ટાન્ડર્ડની 1.21 લાખ, વિજ્ઞાનની 8.43 લાખ, સામાજિક વિજ્ઞાનની 7.85 લાખ, અંગ્રેજીની 7.10 લાખ, ગુજરાતી દ્વિતીય ભાષાની 1.11 લાખ ઉત્તરવહીઓ તપાસવામાં આવનાર છે.

ધોરણ 12 સાયન્સમાં રાજ્યના 60 કેન્દ્રો પરથી 9 હજાર કરતા વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેમાં 5 લાખ  ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવશે. જે ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવનાર છે, તેમાં ફિઝિક્સની 1.04 લાખ, કેમિસ્ટ્રીની 1.04 લાખ, બાયોલોજીની 65 હજાર, મેથ્સની 35 હજાર, અંગ્રેજી પ્રથમ ભાષાની 27 હજાર અને અંગ્રેજી દ્વિતીય ભાષાની 68 હજાર, ભાષાની 38 હજાર, કમ્પ્યુટરની 55 હજાર ઉત્તરવહીનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *