ગુજરાત બજેટ 2021-22: 2 લાખ યુવાનોને સરકારી નોકરી મળશે- નીતિન પટેલની મોટી જાહેરાત

આજરોજ ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જણાવ્યું…

આજરોજ ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે. જો કે કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગૃહમાં નીતિન પટેલે ગઇકાલના પરિણામ અંગે કાવ્ય પંક્તિઓ વાંચી હતી. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે.

સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો
બજેટ દરમ્યાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.

અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે. અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા. દિવાળી અને જન્માષ્ટમી નિમિત્તે આ ગરીબ પરિવારોને એક-એક લીટર કપાસિયા તેલ અપાશે. જે માટે 70 કરોડની જોગવાઈ કરાઈ. રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ.

ગુજરાતના શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ કરાઈ છે. જે અંતર્ગત 3400 શાળાઓમાં સુવિધાઓ વિકસાવવા 1207 કરોડની જોગવાઈ કરાઈ છે. ધો.1થી 8ના બાળકોને મધ્યાહન ભોજન માટે 1,044 કરોડની જોગવાઈ કરાઈ છે. તો RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 567 કરોડની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓને ST બસ ફી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. આ અંતર્ગત ગામડાના વિદ્યાર્થીઓને ખાસ લાભ પહોંચાડવામાં આવશે.

ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.

સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે છે?
ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણ (ભાષા)માં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.

નીતિન પટેલ 9મી વાર બજેટ રજૂ કર્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે 77મું બજેટ રજૂ કર્યું. આ પહેલાં નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેના માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન (Gujarat Budget) પણ લોન્ચ કરી છે.

આ કારણે 3 બજેટ લોકસભામાં રજૂ થયાં
ગુજરાતમાં વિવિધ તબક્કે કોઈકને કોઈક કારણોસર રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. જેતે સમયે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *