ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા સરકારે કરોડોના ખર્ચે મંગાવ્યા અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલ

ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 38 નગરપાલિકાઓ માટે 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા વસાવાયેલા મીની ફાયર ટેન્ડર અને પીક અપ…

ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 38 નગરપાલિકાઓ માટે 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા વસાવાયેલા મીની ફાયર ટેન્ડર અને પીક અપ વીથ ફોમ ટ્રોલી ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા. રાજ્યના શહેરી વિકાસ વિભાગે રૂ. 15 કરોડ 42 લાખના ખર્ચે અગ્નિશમન સેવા માટે 45 વાહનોની ખરીદી કરી છે તે વાહનો નગરોના નાગરિકો-જનસામાન્યની સુવિધા સલામતિ માટે મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને અર્પણ કર્યા હતા.

રાજ્યના નગરો-મહાનગરોમાં ફાયર સ્ટેશન્સમાં આધુનિક સાધનો વસાવવા માટે આ વર્ષના બજેટમાં 106 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે પ્રથમવાર રાજ્યમાં પ્રાદેશિક કક્ષાએ રિજીયોનલ ફાયર ઓફિસરની પાંચ જગ્યાઓ નવી ઊભી કરી છે. આના પરિણામે, નગરો-મહાનગરોમાં આગ લાગવાની દુર્ઘટના સમયે તત્કાલ બચાવ-રાહત કામગીરી ત્વરાએ શરૂ કરવામાં રિજીયોનલ ફાયર ઓફિસર્સની તજ્જ્ઞતાનો લાભ મળી શકે છે.

આ ઉપરાંત આ વાહનો વડોદરા, રાજકોટ, ગાંધીધામ, સુરત અને ગાંધીનગરની રિજીયનલ ફાયર ઓફિસ તેમજ અગ્નિ સુરક્ષા તાલીમ સંસ્થા માટે રૂ. 1 કરોડ 25 લાખના 7 રેપીડ રિસ્પોન્સ વ્હીકલ્સ પણ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં આ કાર્યક્રમ સાદગી પૂર્ણ રીતે સંપન્ન કરીને નગરપાલિકાઓને ફાયર ફાઇટર્સ, વ્હીકલ્સ ફાળવી દેવાયા છે જેથી જરૂરિયાતના સમયે કામગીરી અટકી પડે નહિ.

વિજય રૂપાણીએ જે 16 નગરપાલિકાઓને અલ્ટ્રા હાઇપ્રેશર મિની ફાયર ટેન્ડર અર્પણ કર્યા છે તેમાં બોરીયાવી, શહેરા, કનકપુર-કંસાડ, સચિન, કડોદરા, પેથાપુર, ઠાસરા, મહુધા, કઠલાલ, વિસનગર, ખેરાલુ, ભાયાવદર, વંથલી, દામનગર, હળવદ અને તલાલાનો સમાવેશ થાય છે. જે 22 નગરપાલિકાઓને પીક અપ વીથ ફોમ ટ્રોલી ફાળવવામાં આવી છે તેમાં ધોળકા, નડીયાદ, હિંમતનગર, મહેસાણા, મોડાસા, બોટાદ, આણંદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, બારડોલી, ભરૂચ, નવસારી, વ્યારા, વલસાડ, ખંભાળીયા, અમરેલી, પોરબંદર, મોરબી, વેરાવળ અને ભુજ નગરપાલિકાઓને આ વાહન ફાળવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *