ગુજરાતમાં સિંહોના થઇ રહેલા ટપોટપ સિંહના મોત મામલે ગુજરાતના આ સિંહે ગજવી રાજ્યસભા

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ હાલમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં આવેલ ગીરના જંગલોમાં રહેતાં સિહ ખુબ જ પ્રખ્યાત છે. આ…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ હાલમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં આવેલ ગીરના જંગલોમાં રહેતાં સિહ ખુબ જ પ્રખ્યાત છે. આ સિહોની વસ્તીમાં સતત ઘટાડો થવાં જઈ રહ્યો છે. હાલમાં આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગીરનાં જંગલોમાં સિંહોના મૃત્યુ દરને લઈને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આજે આ મુદ્દો ઉઠાવ્યો હતો. શક્તિસિંહ‌ ‌ગોહિલે‌ ‌રાજ્યસભામાં સિંહનાં મોત થવા પાછળનું કારણ જણાવીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. શક્તિસિંહ ગોહિલે ગીરનાં‌ ‌સિંહોને‌ ‌રેડિયો‌ ‌કોલરથી‌ ‌મુક્ત‌ ‌કરવાની‌ ‌અપીલ‌ કરી છે. શક્તિસિંહે સિંહોનાં મોત થવા પાછળ રેડિયો‌ ‌કોલરને જવાબદાર ગણાવ્યું હતું.

કુલ 25% ‌સિંહનાં મૃત્યુ ‌‌રેડિયો‌ ‌કોલરને લીધે‌ થયું હોવાનું શક્તિસિંહે જણાવ્યું છે. બાળસિંહને કુલ 2.5‌ ‌‌કિલોનો‌ ‌રેડિયો‌ ‌કોલર‌ ‌પહેરાવવામાં આવે છે એ વાતનો ખુલાસો કર્યો હતો.શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જણાવતાં કહ્યું હતું કે, રેડિયો કોલરનું વજન કુલ 2.5 કિલો હોય છે. જેનો ઉપયોગ સિંહો માટે કરવો ન જોઈએ. એની જગ્યાએ બીજી કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જોઈએ.

કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરુવારનાં રોજ રાજ્યસભામાં એશિયાનાં સિંહોના મોતનો મુદ્દામાં માંગણી કરી છે કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જોઈએ. કેમ કે એનાથી એમનો વિકાસ થતો અટકી જાય છે. ઘણીવાર સિંહોને આને લીધે મોત પણ થઈ જાય છે.શક્તિસિંહ ગોહિલે આંકડાકીય જાણકારીની સાથે જણાવતાં કહ્યું હતું કે, કેન્દ્રીય પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન સમિતિનાં રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 92 એશિયાઈ સિંહોના મોત નીપજ્યા છે.

તો બીજી બાજુ 10 જૂનના રોજ PM નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને વર્ષ 2015-2020 દરમિયાન એશિયાઈ સિંહોની વસ્તીમાં કુલ 29% નો ઐતિહાસિક વધારો થયો હોવાનું કહ્યું હતું.અહી ઉલ્લેખનીય છે કે, રાજ્યનું જાણીતું ગીર નેશનલ પાર્ક રાજ્યનાં કુલ 8 જિલ્લા જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ તથા જામનગર જિલ્લામાં ફેલાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *