ફરીવાર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો! જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાંધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતમાં 22 જૂનની સાંજે કોરોનાના નવા કેસસામે આવતા રાજ્યમાં આજના કેસ 400ને પાર પહોંચી…

ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાંધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતમાં 22 જૂનની સાંજે કોરોનાના નવા કેસસામે આવતા રાજ્યમાં આજના કેસ 400ને પાર પહોંચી ગયા છે. કોરોના કેસનો એક્ટિવ આંકડો 1700ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 22 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે.

ગુજરાત સરકારની અખબારી યાદી અનુસાર કોરોનાના 407 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 190 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ત્યાં જ અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 45 નવા કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 39, રાજકોટ કોર્પોરેશન 17, સુરત ગ્રામ્યમાં 12, ભાવનગર કોર્પોરેશન 11, ગાાંધીનગરમાં 10, વલસાડ 8, ભરૂચ 7, જામનગર કોર્પોરેશન 7, આણાંદ 6, ગાાંધીનગર 6, સાબરકાંઠા 5, બનાસકાંઠા 4, કચ્છ 4, મહેસાણા 4, અમદાવાદ 3, રાજકોટ 3, જામનગર 2, નવસારી 2, વડોદરા 2, અમરેલી 1, પાટણ 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયો છે.

16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 18 જૂને 244, 19 જૂને 217 અને 20 જૂને 226 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *