શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એક્શન મોડમાં- શિક્ષણ જગતને વધુ વેગવંતુ બનાવવા લીધો આ મોટો નિર્ણય

ગુજરાત: નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની વરણી થયા પછીરચાયેલ નવા  મંત્રીમંડળ (New cabinet) માંથી મોટાભાગના મંત્રીઑએ ગઈકાલે જ ચાર્જ…

ગુજરાત: નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની વરણી થયા પછીરચાયેલ નવા  મંત્રીમંડળ (New cabinet) માંથી મોટાભાગના મંત્રીઑએ ગઈકાલે જ ચાર્જ સંભાળી લીધો છે ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ નવી સરકાર તથા નવા મંત્રીઑ સામે અનેક મોટા પડકાર રહેલા છે. શિક્ષણ ખાતામાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી (Jitu vaghani) ની વરણી થઈ છે.

જીતુ વાઘાણીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બીજી ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. ગાંધીનગરની સ્વર્ણિમ સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફાળવી દેવામાં આવી છે ત્યારે સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચવામાં આવી છે તેમના માથે મોટી જવાબદારીનો ભાર મુકી દેવામાં આવ્યો છે ત્યારે નવી રચાયેલ સરકારના મંત્રીઓની ચેમ્બર ફાળવી દેવાઈ છે.

શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય:
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે સવારમાં ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. ત્યારપછી શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑની સાથે બેઠક કરીને પહેલાની સરકારમાં ચાલી રહેલ શિક્ષણલક્ષી યોજનાઑ તેમજ ભવિષ્યના આયોજન અંગે અંદાજે 2 કલાક બેઠક લઈને ગહન ચર્ચા કરવામાં આવી હતી. ત્યારપછી શૈક્ષણિક યોજના માટે 23 કરોડ તેમજ 77 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનવવા આ નિર્ણય લીધો હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જુદી-જુદી યોજનાઑ માટે આ ગ્રાન્ટ વાપરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી તથા અધિકારીઑને શિક્ષણની તમામ યોજનાઓને પાયા પર લાગુ કરવા તથા મુઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે નિર્દેશ કરવામાં આવ્યા હતા.

મંત્રીઑએ પોતાના ખાતાનો ચાર્જ સંભાળી શું કહ્યું?
ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યાં છે ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં એક બાદ એક મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શહેરી વિકાસ તથા ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનુ મોરડિયા તેમજ કુટિર ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે ચાર્જ સંભાળી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *