ગુજરાતની ચૂંટણીમાં ‘પાકિસ્તાન’ની એન્ટ્રી, ભાજપના કેન્દ્રીય મંત્રીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)માં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચુકી છે. હકિકતમાં ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાન(Pakistan)નો મુદ્દો ઉછાળવામાં આવતા રાજકારણમાં હલચલ તેજ બની છે. આ…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)માં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચુકી છે. હકિકતમાં ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાન(Pakistan)નો મુદ્દો ઉછાળવામાં આવતા રાજકારણમાં હલચલ તેજ બની છે. આ નિવેદન કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી(Kailash Chaudhary) દ્વારા આપવામાં આવ્યું છે. અંબાજી(Ambaji)માં ભાજપ(BJP)ની સભા દરમ્યાન આ નિવેદન સામે આવ્યું હતું.

કૈલાશ ચૌધરીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તસવીર બદલી છે. પહેલા તોફાનો થતાં હતાં અને ભાજપ સરકાર આવતા જ દંગા બંધ થઈ ગયા. વધુમાં ઉમેરતા કહ્યું કે, ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ગુજરાતના લોકોએ મન મનાવી લીધું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવી. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, પાકિસ્તાન ગંભીરતા પૂર્વક ગુજરાતની ચૂંટણીઓ પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનની નજર પણ ગુજરાતની ચુંટણી પર છે. પાકિસ્તાન નથી ઈચ્છતું કે, ગુજરાતમાં હિન્દુ રાષ્ટ્ર વાદી વિચારધારા વાળી ભાજપની સરકાર બને. ભાજપની ગુજરાતમાં 150 કરતા વધુ બેઠકો આવશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *