ગુજરાતમાં પ્રચંડ પ્રચાર: આજે PM મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ કરશે રોડ શો, ગજવશે સભાઓ- જાણો કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે PM મોદી(PM Modi) ભાજપનું કમળ ખિલવવા માટે ગુજરાતમાં સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં સભાઓ ગજવશે. જ્યારે કોંગ્રેસની ડૂબતી નૈયાને તારવા માટે રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે સુરતમાં અને રાજકોટમાં રેલી કરશે. આ ઉપરાંત ગુજરાતમાં પગ જમાવવા માટે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) આજે અમરેલીમાં રોડ શો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 182 બેઠકોને લઇને ત્રિપાંખિયો જંગ જમવા જઈ રહ્યો છે. એવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટેના રાજકીય દાવ અપનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય પાર્ટીઓએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો.

જાણો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ:
મહત્વનું છે કે, આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ચૂંટણી સભાને ગજવશે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદી આજે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે બે વાગ્યે જંબુસરમાં અને સાંજે ચાર વાગ્યે નવસારીમાં ચૂંટણી સભાને ગજવશે.

જાણો રાહુલ ગાંધીનો કાર્યક્રમ:
બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કોગ્રેસ પણ ચૂંટણી પ્રચારમાં કોઇ કસર છોડવા માંગતી નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી બ્રેક લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે ચૂંટણી સભાને ગજવશે. રાહુલ ગાંધી આજે બપોરે એક વાગ્યે સુરતના મહુવાના પાંચકાકડામાં ચૂંટણી સભા ગજવશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે રાજકોટમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.

જાણો અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ:
ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધશે અને સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *