પક્ષપલ્ટાની મૌસમ જામી લાગે છે! સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટો ભડકો થવાના એંધાણ- 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના સૌરાષ્ટ્ર(Saurashtra) પ્રભારી રામકિશન ઓઝાનું એક ચોંકાવનારું નિવેદન સામે આવતા રાજકારણ(Politics)માં ગરમાવો આવી ગયો છે. રામકિશન ઓઝાએ કહ્યું કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપ(BJP)ના સંપર્કમાં…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના સૌરાષ્ટ્ર(Saurashtra) પ્રભારી રામકિશન ઓઝાનું એક ચોંકાવનારું નિવેદન સામે આવતા રાજકારણ(Politics)માં ગરમાવો આવી ગયો છે. રામકિશન ઓઝાએ કહ્યું કે, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપ(BJP)ના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષ 2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યો છે.

રામ કિશન ઓઝાએ વધુમાં કહ્યું કે, સમજાવવાના પ્રયાસ કરવામાં આવશે, પણ કેસ હશે તો ભારતીય જનતા પાર્ટી પાસે જ જવું પડશે. ભાજપની 2 સીટ હતી ત્યારે ગાયને લઈને 300 સીટ સુધી પહોંચી ગયા. આજે લમ્પી વાયરસમાં ગાયની સારવાર કરવાની જગ્યાએ અમારા ધારાસભ્યો પર ભાજપ નજર નાખી રહી છે.

અમે તમને જણાવી દઇએ કે, તારીખ 17 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના રાજકીય એંધાણ દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા પાસેથી જાણવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના ધારાસભ્યો ની વિકેટ ખેડવવા ભાજપ દ્વારા રણનીતિ ઘડી દેવાઇ છે. ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું કેસરિયા ઓપરેશન ચાલી રહ્યું છે તેવું આ પરથી કહી શકાય. ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષપલ્ટાની મૌસમ પણ જોરદાર જામી છે, ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર પણ ભાજપનો કેસરીયો ધારણ કરવા જઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *