‘તમારી કોઇ જરૂર નથી, લીલા તોરણે જવાની તૈયારી રાખજો’- જાણો અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ક્યાં લાગ્યા બેનરો?

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગી ગયા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં થઈ રહ્યા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગી ગયા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં થઈ રહ્યા હોય તેવું પણ દેખાઇ રહ્યું છે. ત્યારે ગાંધીનગર(Gandhinagar)માં અલ્પેશ ઠાકોર(Alpesh Thakor) વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લગાવવામાં આવ્યા છે.

જે બેનરમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર…અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાય ગયું છે. અમે તમને  જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરને ટીકીટ મળી ચુકી છે. તે પહેલા જ આ પ્રકારના પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં થોડા દિવસ પહેલા એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ હતું. આ સાથે તેમણે એવુ પણ જણાવ્યું હતુ કે, પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હું ચૂંટણી લડવા તૈયાર છું. આ સાથે તેમણે ભાજપની જીત માટે પણ નિવેદન આપ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપ 150થી વધુ સીટો મેળવી જીત મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *