લોહીના આંસુએ રડશે ગુજરાતનો ખેડૂત- પેટ્રોલ ડીઝલના ભાવવધારાના બાદ જાણો ખાતરના ભાવમાં કેટલો વધારો ઝીંકાયો

સામાન્ય રીતે તો ખેડૂતો (Farmers)ને અવાર-નવાર નુકશાન સહન કરવું જ પડતું હોય છે. તેમાં પણ હાલ વધતી જતી મોંઘવારી(Inflation) દરેક માટે ચિંતાનો વિષય બની છે.…

સામાન્ય રીતે તો ખેડૂતો (Farmers)ને અવાર-નવાર નુકશાન સહન કરવું જ પડતું હોય છે. તેમાં પણ હાલ વધતી જતી મોંઘવારી(Inflation) દરેક માટે ચિંતાનો વિષય બની છે. એવામાં વધુ એક માઠા સમાચાર ગુજરાત ખેડૂતો(Gujarat farmers) માટે સામે આવ્યા છે. આટલી મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતર (Compost)ના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. રોજિંદી વસ્તુઓના વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. આ વચ્ચે દેશમાં રાસાયણિક ખાતર(chemical fertilizer) બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો કરાયો છે. તો NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો છે. આજે અચાનક ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

મળતી માહિતી અનુસાર, DAP ખાતરનો જૂનો ભાવ 1200 રૂપિયા હતો, જયારે DAP ખાતરનો નવો ભાવ વધીને 1350 રૂપિયા થયો છે. તેથી DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સિવાય NPK ખાતરનો જૂનો ભાવ 1185 રૂપિયા હતો, ત્યારે હવેથી નવો ભાવ 1470 રૂપિયા નોંધવામાં આવ્યો છે. તેથી NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો છે.

એક જ સાથે અચાનક આટલા ભાવ વધારાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, ખાતરના ભાવ તો પહેલાથી જ વધારે હતા, આમ છતાં પણ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ વાપરીને ખેતી કરતા હતા, પરંતુ અમને આની સામે પોષણસમ ભાવ તો મળતા જ નથી. અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ. આવામાં હવે ખાતરમાં પણ ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહિ. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.

ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા:
ખેતી દરમિયાન વાવણીથી લઈને લણવા સુધી ખેડૂતોને અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે, તેઓ નુકશાની જ સહન કરી રહ્યા છે, એવામાં હવામાનમાં થઈ રહેલા ફેરફારના કારણે પણ ખેડૂતોને પાકમાં પૂરતું ઉત્પાદન મળતું નથી. રાસાયણિક ખાતરોના ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે, આ દરેક સ્થિતિને ધ્યાનમાં રાખતા હવે ખેડૂતોએ  હકીકતમાં જૈવિક ખેતી તરફ વળવું જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *