શાળા-કોલેજો માટે ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમો- જાણો જલ્દી

Published on Trishul News at 7:21 PM, Fri, 21 January 2022

Last modified on January 21st, 2022 at 7:30 PM

સતત ને સતત વધતા કોરોના વચ્ચે સરકારે નિયમો વધુ કડક કરવાના નિર્ણય લીધા છે. કોરોના કેસોની વાત કરીએ તો,  કેસોમાં 4,000 થી 5,000નો વધારો થઇ રહ્યો છે, જેને પગલે ગુજરાત સરકાર વધુને વધુ કડક નિયંત્રણો લાગુ કરી શકે છે. રાત્રી કર્ફ્યૂ સહિત SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગુજરાત રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં અગત્યના નિર્ણયો આવી ગયા છે.

રાજ્યમાં શિક્ષણની વાત કરીએ તો, ધોરણ 1 થી 9 સુધીની દરેક શાળાઓમાં 31 જાન્યુઆરી સુધી માત્ર ઑનલાઇન શિક્ષણ જ શરુ રાખી શકાશે. આ દરેક ધોરણ માટે ઑફલાઇન શિક્ષણ સદંતર બંધ રાખવાની રાજ્ય સરકારે માહિતી આપી છે. શાળા, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી સાથે યોજી શકાશે.

રાજ્ય સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને પહેલા ગુજરાત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફયુ હતું પરંતુ હવેથી વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો જાહેર જનતાએ અમલ કરવો પડશે. રાજ્યના હાલ આઠ મહાનગરો, જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર સહીત હવે આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુનો લોકોએ અમલ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "શાળા-કોલેજો માટે ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમો- જાણો જલ્દી"

Leave a comment

Your email address will not be published.


*