ગૃહમંત્રી હર્ષ સંઘવીના આ એક નિર્ણયથી બચશે સેકડો લોકોની જિંદગી- તાબડતોબ શરુ કર્યું આ કામ

Published on Trishul News at 10:45 AM, Wed, 27 October 2021

Last modified on October 27th, 2021 at 10:46 AM

ગુજરાત: રાજ્ય સરકાર (State Government) દ્વારા સતત વધતી જતી માર્ગ અકસ્માત (Road accident) ની ઘટનાઓને અટકાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે કે, જેમાં રાજ્યમાં સરકાર દ્વારા અકસ્માત અટકાવવા કુલ 42 વાહનોને પેટ્રોલિંગ (Patrolling) તરીકે ફાળવી દેવામાં આવ્યા છે. આ વાહનો તમામ સુવિધાઓથી સજ્જ રહેલા છે.

ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ અંતર્ગત ગુજરાત પોલીસને ઓવર સ્પીડને લીધે બનતા અકસ્માતોને અટકાવવા માટે ઇન્ટરસેપ્ટર 48 વાહનો તેમજ મુખ્ય ધોરીમાર્ગો પર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ અને રેસ્કયુ વ્હીકલ એવા 42 હાઇવે પેટ્રોલ વાહન આપી દેવામાં આવ્યા છે.

ઓવરસ્પિડને લીધે થતા અકસ્માકતો રોકાશે:
વાહનોનું પ્રસ્થાન કરાવીને રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવી જણાવે છે કે, ઓવર સ્પીડને લીધે અકસ્માતની ઘટનાને અટકાવવા માટે ખુબ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરાઈ છે.

આવી 48 વાનનું આજે અનેકવિધ જિલ્લાને સુપ્રત કરી દેવામાં આવી છે તથા વાહન અકસ્માતમાં કેટલાક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. એમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી તેમજ કાપી નાખીને ઇજાગ્રસ્તને બહાર કાઢવા તેમજ કુદરતી આફતો વખતે નાગરિકોને ઉપયોગી બની રહે એવી હાઇવે પેટ્રોલ 42 વાહન પણ અનેકવિધ શહેર-જિલ્લામાં ફાળવી દેવામાં આવ્યા છે.

આગામી સમયમાં 1,100 વાહનો ફાળવવામાં આવશે:
ગૃહરાજ્યમંત્રી જણાવે છે કે, આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે અનેકવિધ સુવિધા સાથેના 1,100 જેટલા અનેકવિધ ટુવ્હીલર તથા અન્ય વાહનોની જરૂર પ્રમાણે ખરીદી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસને અર્પણ કરાયેલી 48 ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ તેમજ ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરાઈ છે.

વાહન અતિ આધુનિક લેસરસ્પીડ ગનથી સજ્જ:
જે વાન સરકાર આપશે એમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક તથા ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડી દેવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો રહેલો છે.

42 હાઈવે પેટ્રોલ વાહનની ફાળવણી કરાઈ:
સમગ્ર રાજયમાં શહેર તથા જિલ્લા યુનિટને એક- એક એમ કુલ 42 હાઇવે પેટ્રોલ વાહનોની ફાળવણી કરી દેવાઈ છે. 42 હાઇવે પેટ્રોલ વાન કુલ 6,56,00,000 રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાઈ છે. હાઇવે પેટ્રોલ વાહનમાં હાઇડ્રોલીક રેસ્કયુ કીટ, સ્ટ્રેચર, પોર્ટેબલ ઇમરજન્સી લાઇટની બેગ બનાવાઈ છે.

ઇલેકટ્રીક મોટર સાથે સ્ટીલ રસ્સી, હાઇડ્રોલિક જેક, વુડ કટર, માઇક અને સાયરન સાથે રૂફ લાઇટબાર અને પીએ સિસ્ટમ, પીટીઝેટ કેમેરા ડે- નાઇટ, અગ્નિશામક, રિચાર્જેબલ ટોર્ચ, ફર્સ્ટ એઇડ બોક્ષ, એલીડી મોનિટર, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકોર્ડર તેમજ રીઅર કેમેરા જેવી સુવિધાથી સજ્જ બનાવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગૃહમંત્રી હર્ષ સંઘવીના આ એક નિર્ણયથી બચશે સેકડો લોકોની જિંદગી- તાબડતોબ શરુ કર્યું આ કામ"

Leave a comment

Your email address will not be published.


*