ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતની બહેનોએ બનાવેલ 21 હજારથી વધુ રાખડી સેનાના જવાનો માટે મોકલાઈ- જાણો કોનો હતો આઈડિયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ’નાં ઉપક્રમે રક્ષબંધનના ઉત્સવ નિમિત્તે મા ભોમની રક્ષા કાજે 24 કલાક અને 365 દિવસ પોતાના જીવનાં જોખમે સરહદો પર ફરજ બજાવી રહેલ આપણા જાંબાજ જવાનોનાં રક્ષણને માટે તેમજ એમનું મનોબળ વધારવાનાં હેતુથી પહેલી રાખડી દેશપ્રેમ કી દ્વારા ગુજરાતનાં કુલ 18,500થી પણ વધુ ગામમાંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતનાં ગામોમાંથી બહેનો દ્વારા સરહદ પર ફરજ બજાવી રહેલ જવાનોની માટે તૈયાર કરેલ લગભગ કુલ 21,100થી પણ વધુ રાખડીઓ તેમજ વિજયસૂત્રનો સંદેશ આજે રાજ્યનાં ‘સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ’ના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામાં આવ્યો હતો.

બજારમાંથી ખરીદીને નહીં પરંતુ ગુજરાતનાં કુલ 18,500થી પણ વધુ ગામડાની બહેનો દ્વારા તૈયાર કરેલ આ રાખડી તેમજ આપણી જ લોકભાષામાં લખેલ વિજયસૂત્રનાં સંદેશને ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દેશની તમામ કુલ 18 સરહદો પર ફરજ બજાવી રહેલ જવાનોને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી દેવામાં આવી છે.

ગુજરાતના કુલ 18,500થી પણ વધુ ગામની બહેનો દ્વારા બજારમાંથી ખરીદી કરીને નહીં પરંતુ પોતાના જ હાથે બનાવેલ રાખડી તેમજ પોતાની લોકભાષામાં લખેલ વિજયસૂત્ર સંદેશને મુખ્યમંત્રી દ્વારા કચ્છ, ઊરી, જેસલમેર, સિયાચીન, ગલવાન તથા બનાસકાંઠા સરહદ પર ફરજ બજાવતાં BSFનાં જવાનોને જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર તેમજ મકરપુરા ખાતે ફરજ બજાવી રહેલ ભારતીય વાયુ દળના જવાનોને તેમજ ઓખા, પોરબંદર, મુંબઈ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદામાન-નિકોબાર ખાતે ફરજ બજાવી રહેલ નૌકાદળના કુલ 18 સરહદી સ્થાનો પર જવાનોને આ રાખડી તેમજ વિજયસૂત્ર સંદેશ પણ મોકલી આપવામાં આવ્યો છે.

આ પ્રથમ ‘રાખી દેશપ્રેમ કી’ અંતર્ગત રાખડી તેમજ વિજયસૂત્ર સંદેશને એકત્રિત કરવા માટે ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ’ દ્વારા કુલ 8 ઝોન પણ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગિરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગરનો સમાવેશ થાય છે.

આની સાથે જ મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ એમ કુલ 32 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ રાખડી તેમજ વિજયસૂત્ર સંદેશ અર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતે અંજલિબેન રૂપાણી તથા ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ’ના હોદ્દેદાર તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: