પ્રેમીએ પ્રેમિકા સાથે શારીરિકસુખ માણી તેના મિત્રોને સોંપી દીધી, મિત્રોએ ઘણીવાર એવો ગેંગરેપ કર્યો કે…

Published on Trishul News at 1:22 PM, Tue, 26 May 2020

Last modified on May 26th, 2020 at 4:27 PM

ભારતમાં 100% ની ગેરેન્ટી સાથે કોરોના કદાચ જતો રહેશે, પણ ભારત માંથી કોઈ દિવસ બળાત્કાર કે શારીરિક શોષણની ઘટનાઓ બંધ નહિ જ થાય. દિવસે ને દિવસે જેમ કોરોનાના કેસો વધી રહ્યા છે તેવી જ રીતે મહિલાઓ ઉપરના અત્યાચાર અને બળાત્કારની સંખ્યામાં પણ વધરો થયો છે, અહિયાં પણ એક એવી ઘટના સામે આવી છે કે જેના વિષે જાણી તમે હેરાન થઇ જશો. કોઈ પ્રેમી પ્રેમિકા માટે શું શું કરતો હોય છે? પણ આ પ્રેમીએ તેની પ્રેમિકા માટે જે કર્યું તે કોઈ પ્રેમી સપનામાં પણ ના કરી શકે.

જેતપુરની એક યુવતીને તેના પ્રેમ જાળમાં ભોળવી એક યુવાને મિત્રતા કરી હતી. અને તેને અલગ-અલગ જગ્યાએ મળવા બોલાવી બળજબરીપૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કર્યો હતો. ફોટાઓ પાડી તે ફોટા વાયરલ કરવાની કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની આ યુવતીએ ઇ મેઈલ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 12માં અભ્યાસ કરી રહેલી જેતપુરની એક યુવતીના ભોળપણનો ફાયદો ઉઠાવી ધવલ પારખીયા નામના પટેલ યુવાને તેણી સાથે મિત્રતા કેળવી કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે મળવા માટે બોલાવી ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી બળજબરીપૂર્વક શારિરીક સંબંધ બાંધ્યો હતો. આ બધી ઘટનાના ધવલે તેના મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ ભીડભંજન મંદિર રોડ પર આવેલ એક વાડીમા ધવલ તરૂણીને લઈ ગયો હતો.

જયાં વાડી માલીક અને રાજકોટના રોનક દોંગા સહિત ત્રણેયે જણાંએ ખરાબ રીતે શરીર સબંધ બાંધ્યો હતો. તરૂણી રડવા લાગતા ધમકી આપીને ઘરે મૂકી ગયા હતા. ધવલે ફોટા વાયરલ કરવાની તેમજ તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી જુદીજુદી જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિલીપભાઈ ઘૂઘરાવાળાના ઘરે લઈ ગયા અને ત્યાં તેમનો પુત્ર ખુશાલને પણ ખુશ કરવા દબાણ કરી શરીર સબંધ બાંધ્યો હતો.

આ યુવતીને શારીરિક માનસીક ત્રાસ આપી સામુહિક દુષ્કર્મ તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી સોનાની બુટીની બે જોડી તેમજ રોકડ રૂપિયા પણ પડાવી લીધા હોય જેથી યુવતી ઘરછોડીને ચાલી ગઈ હતી. પરંતુ પરીવારે વીરપુર પાસેથી પરત લઈ આવી હિંમત આપી પુછતાં તેણીએ પોતાના પર વિતેલ આપવીતી જણાવી હતી. જેથી પરીવારે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લઈ તરૂણીની તમામ આપવીતી પ્રથમ ઇ મેઈલ દ્વારા જીલ્લા પોલીસ વડા તેમજ સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા સીટી પોલીસે ફ્રીયાદ લેવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "પ્રેમીએ પ્રેમિકા સાથે શારીરિકસુખ માણી તેના મિત્રોને સોંપી દીધી, મિત્રોએ ઘણીવાર એવો ગેંગરેપ કર્યો કે…"

Leave a comment

Your email address will not be published.


*