ગુજરાતમાં લવજેહાદનો વધુ એક કિસ્સો: વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ફસાવીને બનાવી હવસનો શિકાર અને પછી…

Published on Trishul News at 12:34 PM, Tue, 9 May 2023

Last modified on May 9th, 2023 at 12:35 PM

હાલ ધ કેરેલા સ્ટોરી (The Kerala Story) નામની ફિલ્મની ચર્ચાઓ ચોતરફ ચાલી રહી છે, ફિલ્મ ધ કેરેલા સ્ટોરીમાં લવ જેહાદ (Love Jihad) નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે આવોજ એક કિસ્સો ગુજરાતના (Gujarat Love Jihad) જામનગર (Jamnagar Love Jihad) માંથી સામે આવ્યો છે. જામનગરમાંથી લાવ જેહાદનો આ કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત તો એ છે કે, વિધર્મીએ હિન્દુ બનીને યુવતિને ફસાવી અને યુવતિનું સતત શારીરિક શોષણ ક્લ્રતો રહ્યો, ત્યાં સુધી વિધર્મીએ શારીરિક શોષણ કર્યુ જ્યાં સુધી યુવતિને સ્ચાયની ખબર ન પડી. યુવતિને ખબર પડી જતાં તે ભાંગી પડી હતી અને વિધર્મી સામે પોલીસ ફરિયાદ પણ નોધાવી હતી. પોલીસને ફરિયાદ મળતા ગુપ્તરાહે કાર્યવાહી કરી વિધર્મીને જેલ હવાલે કર્યો છે, આ મામલે પોલીસ પણ અત્યંત ચૂપકીદીથી કામ કરી રહી છે અને જેથી લોકોમાં રોષ ફેલાઇ ગયો છે.

નામ બદલીને કર્યા લગ્ન

જામનગર શહેરમાં આવેલા પોશ વિસ્તારમાં રહેતી હિન્દુ પરીવારની 22 વર્ષીય યુવતિને એક વિધર્મીએ હિન્દુ બનીને શેફુલાખાન આરીફખાન લોહાણીએ પોતાનું નામ બદલીને યુવતીને વિશ્વાસમાં લઇ પ્રેમસંબંધ બાંધેલો હતો. મળતી માહિતી અનુસાર હિન્દુ જ્ઞાતિના રીવાજ મુજબ ખોટા લગ્નનીવિધિ પણ કરી લીધી હતી. વિધર્મી યુવકે પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી અને તેના ખોટા આધાર અને પૂરાવાઓ પણ  યુવતિને વિશ્વાસમાં લેવા માટે બનાવી લીધા હતા. 

યુવક નીકળ્યો પરણિત

જયારે યુવતીને આ બાબતની સચ્ચાઈની ખબર પડી ત્યારે વિધર્મીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી લેશે તેમ કહીને ફરી વાર યુવતિને વિશ્વાસમાં લઇ લીધી હતી, અને અવાર-નવાર શારીરિક શોષણ કર્યુ હતું અને ત્યાર બાદ વિધર્મી આ યુવતિ સાથે પતિ- પત્ની તરીકે રહેવા લાગ્યો હતો. તેના થોડા સમય બાદ યુવતીને જાણ થઇ હતી કે યુવક પરિણીત છે. જેથી યુવતિએ તરત જ તેનું ઘર છોડી દીધું હતું, અને યુવતીએ પોલીસને ફરિયાદ નોધાવી હતી. 

પોલીસે કરી ગુપ્ત તપાસ

પોલીસને ફરિયાદ મળતા ગુપ્તરાહે કાર્યવાહી કરી વિધર્મીને જેલ હવાલે કર્યો છે. જેલમાં રહેલા શેફુલાખાન આરીફખાન લોહાણીએ જામીન પર છૂટવા માટેની અરજી કરી હતી. આ અરજી સામે યુવતિએ ડિસ્ટ્રીકટ કોર્ટમાં આ જામીનનો પુરજોરથી વિરોધ કરી પોતે ષડયંત્રની શિકાર બની હોવાની અને લવજેહાદની ભોગ બની હોવાની અરજી કોર્ટ સમક્ષ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "ગુજરાતમાં લવજેહાદનો વધુ એક કિસ્સો: વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ફસાવીને બનાવી હવસનો શિકાર અને પછી…"

Leave a comment

Your email address will not be published.


*