ગુજરાતમાં આ જગ્યાએ પડશે કાળઝાળ ગરમી: હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી- જાણો કેટલા ડીગ્રી રહેશે તાપમાન

હવામાન વિભાગ દ્વારા અવારનવાર ચોમાસામાં અતિભારે વરસાદ, શિયાળામાં કડકડતી ઠંડી અથવા તો ગરમીમાં અસહ્ય ગરમીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં આવા જ એક…

હવામાન વિભાગ દ્વારા અવારનવાર ચોમાસામાં અતિભારે વરસાદ, શિયાળામાં કડકડતી ઠંડી અથવા તો ગરમીમાં અસહ્ય ગરમીને લઈ આગાહી કરવામાં આવતી હોય છે. હાલમાં આવા જ એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં અત્યારથી જ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોંકારી ચૂક્યા છે તેમજ અસહ્ય ગરમીને લીધે રસ્તાઓ પણ ભેંકાર બની જતાં હોય છે.

આવા સમયમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચો જઈ શકે છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. આટલું જ નહીં પણ અમદાવાદનું તાપમાન પણ 1-2 ડિગ્રી સુધીમાં વધારો થઈ શકે તેવી આગાહી કરી છે.

આની સાથે જ 28 માર્ચનાં રોજ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ એટલે કે 27-28 માર્ચનાં રોજ હિટવેવની આગાહી કરી છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આની ઉપરાંત રણપ્રદેશ કચ્છમાં પણ હિટવેવની હવામાન વિભાગની આગાહી કરી છે. આટલું જ નહીં પણ અમદાવાદમાં 1થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. આની સાથે જ એપ્રિલની મહિનાની શરૂઆતમાં તાપમાનનો પારો 40ને પાર થઈ જશે એવું જણાવાયું છે.

ઉત્તર, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે એવું હવામાન વિભાગે જણાવ્યુ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હિટવેવની આગાહી કરી છે. પોરબંદર, ગીર સોમનાથમાં સીવીયર હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે કે આ વખતે આકરા ઉનાળા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજથી આગમી 4 દિવસ માટે સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરતા કહ્યું હતું કે, અમદાવાદમાં આગામી રવિવારથી મંગળવાર સુધી તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *