ગુજરાત મેટ્રોમાં બમ્પર નોકરીઓની જાહેરાત: 10 પાસથી વધુ ભણેલા માટે ઉત્તમ તક, જલ્દી કરો

Published on: 12:21 pm, Sat, 20 May 23

ગુજરાતમાં મેટ્રો ટ્રેન ની શરૂઆત થઈ ચૂકી છે અને મેટ્રોને કારણે રોજગારીની ધક્કો પણ ઊભી થઈ રહી છે. અમદાવાદમાં મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ભરતીઓ (Gujarat metro job) જાહેર કરવામાં આવી છે. જેને લઈને ગુજરાતના યુવાનો અને નિવૃત્ત થયેલા અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાલમાં ગુજરાત મેટ્રો કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ અને નોન એક્ઝિક્યુટિવ પદ માટે ભરતી (Gujarat Metro Rail Recruitment 2023) પ્રક્રિયા ચાલી રહી છે. પગાર ધોરણોની વાત કરીએ તો 25,000 થી માંડીને 60000 સુધીના અલગ અલગ પગાર ધોરણની નોકરીઓ આપવામાં આવી રહી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ એ ભારત સરકાર અને ગુજરાત સરકારની સંયુક્ત માલિકીની 50:50 સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ને યોજના છે. આ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને તેનું સંચાલન અને જાળવણી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1, ફેઝ-2 અને સુરતના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

Gujarat metro job ની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં કોર્પોરેશન દ્વારા 10 મેના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર અલગ અલગ પદો માટે નોકરીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં સ્ટેશન અને ટ્રેન કંટ્રોલર, ગ્રાહક સહાયક જુનિયર ઇજનેર, ઈલેક્ટ્રીક એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર મેન્ટેનન્સ એન્જિનિયર અનેક પદ નોકરી માટે ખોલવામાં આવ્યા છે.

Gujarat metro job માટે ઉંમરના નિયમો

તમામ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નક્કી કરવામાં આવી છે. આ નોકરી કરવા માટે ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ ઉંમર ના યુવાનો એપ્લાય કરી શકશે. આઈ.ટી.આઈ અને 10 પાસ યુવાનો માટે પણ ખોલવામાં આવી છે. આ નોકરીઓ માટે સરકારના નિયમ અનુસાર અનામત બેઠકો પણ રાખવામાં આવી છે.

પરીક્ષાની રીત

ગુજરાત મેટ્રો ટ્રેન કોર્પોરેશન દ્વારા 100 માર્કસનું લેખિત પરીક્ષા લેવામાં આવશે જ્યારે 20 માર્ચની ગુજરાતી ભાષાની પરીક્ષા લેવામાં આવશે. આ નોકરી માટેના જાહેરનામાના વિસ્તૃત જાણકારી આપ અહીંયા નીચે ક્લિક કરીને મેળવી શકો છો. જેમાં વિગતવાર માહિતીઓ આપવામાં આવી છે.

1 . RECRUITMENT NOTIFICATION FOR APPOINTMENT ON CONTRACT BASIS
2. RECRUITMENT NOTIFICATION OF O&M PERSONNEL (NON-EXECUTIVES)

નોકરી માટે પસંદ થયા બાદ નોકરી કરનારને ટ્રેનિંગના સમયમાં સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આ નોકરી માટેનું ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરી માટે ₹600 ની ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે એસીબીસી અને ઓબીસી ઉમેદવારો માટે ₹300, અને એસસી એસટી અને ઇડબલ્યુએસ ના ઉમેદવારો માટે 150 રૂપિયા ફી રાખવામાં આવી છે.

પ્રક્રિયા ઓનલાઈન હોવાથી ઉમેદવારો એ ક્યાંય ધક્કા ખાવાના રહેતા નથી. સાથે સાથે ગુજરાત કોર્પોરેશન સતત જાગૃતતા લાવવા માટે ઉમેદવારોને નોકરી માટેની માહિતી માત્ર www.gujaratmetrorail.com/careers/  અને Ojas વેબસાઈટ પરથી જ મેળવવાની ભલામણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.