ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી- આ મહિનામાં આવશે વાવાઝોડું અને વિનાશ નોતરશે

Gujarat Monsoon 2023: 2023નું ચોમાસું ગુજરાતના ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી (Ambalal Patel Gujarat Monsoon forecast) કરવામાં આવી છે…

Gujarat Monsoon 2023: 2023નું ચોમાસું ગુજરાતના ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી (Ambalal Patel Gujarat Monsoon forecast) કરવામાં આવી છે કે, આ વર્ષે ચોમાસામાં 10-12 આનીનો વરસાદ રહેશે. સામાન્ય રીતે પહેલાના સમયે કેટલી આનીનો વરસાદ પડશે તે જાણવા જાણકારો વડની વડવાઈઓ કેટલી ફૂટી તેના ઉપરથી અનુમાન લગાવતા હોય છે. જો 4 આની વરસાદ પડે તો ઓછો વરસાદ (Gujarat rain forecast) પડે છે અને જો 16 આનીનો વરસાદ પડે તો તે વરસાદ શ્રેષ્ઠ વરસાદ ગણવામાં આવે છે. તો જાણીએ ચોમાસા (Gujarat Monsoon 2023) વિશે શું કહે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, રોહિણીમાં વરસાદ રહે તો તે ચોમાસાની ગતિવિધિ માટે સારી ગણવામાં આવ છે. જે પવન ફૂંકાય તેનાથી વરસાદ રેગ્યુલર શરૂ થાય છે અને વરસાદના આ પડઘમ સારા છે. અરબ સાગરમાં પણ વાવાઝોડું આવશે અને બંગાળ મહાસાગરમાં વાવાઝોડું આવશે. આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના ભાગોમાં બાજુ જાય તો ભારે વરસાદ થતો હોય છે અને ઓમાન બાજુ જાય તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકે છે. બે વાવાઝોડાને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ વાવાઝોડું આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે.

વધુમાં વાત કરવામાં આવે તો ચોમાસાની પેટર્ન જોઈએ તો આપણુ ચોમાસું સ્વતંત્ર નથી. ચોમાસામાં પેસિફિક મહાસાગરની અસર જોવા મળે છે. વાવાઝોડાને કારણે સારો એવો વરસાદ રહેશે. જૂનમાં જે નક્ષત્ર છે, તે ચોમાસું લાવશે. જુન જુલાઈમાં સારો વરસાદ ખાબકશે. ઓગસ્ટમાં થોડો ઓછો વરસાદ પડશે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડી શકે છે. નવેમ્બરમાં પણ આ હવાઓ ચાલશે અને 20 નવેમ્બરની આસપાસ વાવાઝોડું આવશે. તેથી આ વર્ષ વાવાઝોડાનું વર્ષ ગણાશે.

ચોમાસાને લઇ અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, આગામી 3 જૂન સુધી ગુજરાતમાં વરસાદ ખાબકશે. આ વરસાદ પ્રિમોન્સૂન અથવા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે થઇ શકે છે. તેમણે કહ્યું છે કે, 2023 નું ચોમાસુ મોટા ભાગે સારું રહેશે, પણ વાવાઝોડું વારંવાર આવતું રહેશે. 3 -4 જૂનના રોજ અરબસાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદ રહેશે અને નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવશે. ખેડૂતોના પાકને વરસાદ અને વાવાઝોડું ફૂંકાતા ભારે નુકશાન થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *