ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે શપથ, આ દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર આપવામાં આવ્યો…

રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર આપવામાં આવ્યો છે. વિજય રૂપાણી(Vijay Rupani)એ રાજીનામું આપ્યું ત્યારબાદ બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા. જેમા નીતિનભાઈ પટેલ આ રેસમાં સૌથી આગળ હતા. રાજકીય વિશ્લેષકો દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા ત્યારે અંતે ફરીવાર ચોંકવાનારું નામ બહાર આવતા આખરે તમામ અટકળોનો અંત આવ્યો છે. હાલમાં શિલજ ખાતેના નિવાસસ્થાન પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણ કે, તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવા અનેક શુભેચ્છકો આવી પહોંચ્યા હતા.

શપથગ્રહણમાં અમિત શાહ પણ આપશે હાજરી:
આજે બપોરે 12:30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે અને તેઓ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણમાં પણ  હાજરી આપશે.ગયા અઠવાડિયે ગુરુવારના રોજ માત્ર 12 કલાકની ટૂંકી મૂલાકાતે આવી ગુજરાતની રાજનીતિની પટકથા લખી ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બપોરે 12.30 વાગ્યે અમદાવાદ આવશે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જઈ ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

અમિત શાહની સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ભુપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં હાજર રહેશે. શપથગ્રહણ બાદ અમિત શાહ મંત્રી મંડળ વિસ્તરણ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે નિયત સમય એટલે કે ડિસેમ્બર -2022 પહેલા નિર્ધારિત છે. પરંતુ  ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જ ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

શપથગ્રહણમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ચાર મુખ્યમંત્રીઓ રહેશે હાજર 
આજે માત્ર ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરે તેવી માહિતી મળી રહી છે. જ્યારે બાકીના નેતાઓ મંત્રીપદ તરીકેની શપથ લેશે. આજે તેમના શપથ ગ્રહણમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે અને કર્ણાટકના CM બોમ્મઈ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 19 જુલાઈ 1962 ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમની પત્નીનું નામ હેતલબેન ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તેઓ સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે અને તેઓ ભાજપના કરોડપતિ ધારાસભ્યોમાંના એક છે. તેમના ચૂંટણી સોગંદનામા મુજબ તેમની સામે એક પણ FIR નોંધવામાં આવી નથી. જાતિની વાત કરીએ તો તેઓ કડવા પાટીદાર સમુદાયમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલને આનંદી પટેલની નજીક માનવામાં આવે છે.

તેમણે 2017 માં ઘાટલોડિયામાં 117,000 મતદારોના રેકોર્ડ માર્જિન સાથે જીત મેળવી હતી, આ ચૂંટણીમાં ગુજરાતના કોઈપણ મતવિસ્તારમાં ભાજપ માટે સૌથી વધુ લીડ ધરાવતો આંકડો. તેઓ અગાઉ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ 19 થી 2006 સુધી મેમનગર નગરપાલિકાની સ્થાયી સમિતિના પ્રમુખ અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ભૂપેન્દ્ર પટેલ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમતગમત, ક્રિકેટ, બેડમિન્ટનનો આનંદ માણે છે. જ્યારે તેના વિદેશ પ્રવાસોની વાત કરવામાં આવે, ત્યારે તેણે અત્યાર સુધી યુએસએ, યુરોપ, સિંગાપોર, દુબઈ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પ્રવાસ કર્યો છે. વ્યવસાયે તે બિલ્ડર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *