ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી: 12 જ દિવસમાં ત્રણ કરોડના દારૂનાં માલમુદ્દા સહિત કરી 8,341 શખ્સોની ધરપકડ

રાજ્યમાં દારૂબંધી હોવાં છતાં ઘણીવાર સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડી લાખો રૂપિયાનનો માલ કબજે કર્યો હોય એવી સમાચાર સામે…

રાજ્યમાં દારૂબંધી હોવાં છતાં ઘણીવાર સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડી લાખો રૂપિયાનનો માલ કબજે કર્યો હોય એવી સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આને જ લઈ એક જાણકારી સામે આવી રહી છે.

ગુજરાત સરકારના દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે વર્ષ 2020ના અંત સુધીમાં ખાસ કરીને તો 31 ડિસેમ્બરમાં રાજ્યમાં કોઇપણ સ્થળ પર દારૂનું ગેરકાયદેસર વેચાણ થાય નહિ તેની માટે DGP આશિષ ભાટીયાએ દ્વારા શહેર તથા જિલ્લાની પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો.

ગેરકાયદેસર થઈ રહેલ પ્રવૃત્તિને અટકાવવા માટે 25 ડિસેમ્બરથી લઈને 5 જાન્યુઆરી સુધી રાજ્યમાં પોલીસ દ્વારા દારૂ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 2.81 કરોડનો વિદેશી દારૂ તથા કુલ 10 લાખ રૂપિયાનો દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. આની સાથે જ દારૂના કુલ 11,441 કેસ નોંધવામાં આવ્યા હતાં.

ડ્રાઇવમાં વિદેશી દારૂ સહિત કુલ 8,59,37,853ની કિંમતનો મુદ્દામાલ કરાયો જપ્ત :
આ ડ્રાઇવ વખતે સમગ્ર રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી વિદેશી દારૂ તથા દેશી દારૂના કેસો કરી ગેરકાયદેસર રીતે થઈ રહેલ દારૂ સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ ડ્રાઇવ વખતે વિદેશી દારૂની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં વિદેશી દારૂના કુલ 1,288 કેસ નોંધવામાં આવ્યા છે.

જેમાંથી કુલ 1,253 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ આરોપીઓની પાસેથી કુલ 2,81,88,419 રૂપિયાનો વિદેશી દારૂ સહિત કુલ 8,59,37,853 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. આની સાથે જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

દારૂબંધીના અમલ માટે પોલીસને સતર્ક રહેવા માટેની સૂચના:
પોલીસની દારૂબંધીના અમલીકરણ માટેની આવી કડક કાર્યવાહીને કારણે સમગ્ર રાજ્યમાં 31 ડિસેમ્બર સુધી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પણ સફળતા મળી હતી. કોઇપણ સ્થળ પર કોઇ અઇચ્છનીય બનાવ બન્યો ન હતો. આગામી સમયમાં પણ દારૂબંધીના અમલીકરણ માટે પોલીસને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી.

આની સાથે જ રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા પ્રોહિબીશનની આવી કામગીરી હજુ પણ શરુ રાખવા માટે તેમજ દારૂની ગેરકાયદેસર વેચાણ તથા હેરફેર સંદતર બંધ થાય તેવા લક્ષ્યની સાથે કામગીરી કરવા બધાં જ એકમોને સૂચના આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *