ગુજરાત પોલીસની પ્રશંશનીય કામગીરી: વડોદરાથી અમદાવાદ સિવિલનું અંતર 70 મિનિટમાં કાપી અસંભવ કામને સંભવ કરી દેખાડ્યું

Gujarat Police's Commendable Work: It is possible to cut the distance from Vadodara to Ahmedabad Civil in 70 minutes.

Published on: 10:14 am, Sat, 14 December 19

સયાજી હોસ્પિટલમાંં દાખલ થયેલા લલીત (ઉં.વ.૨૫)નું બ્રેઈન હેમરેજના કારણે મોત થતાં કુટુંબીજનોએ તેના અંગ (કિડની, લીવર અને સ્વાદુપીંડ) દાન કરવાનો સારો નિર્ણય લીધો હતો.

organ donation illustration 750 » Trishul News Gujarati Breaking News

આ ઓર્ગનને ઝડપથી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં પહોંચાડવા ડોક્ટરે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાબડતોબ ટ્રાફિક પોલીસની ટીમને તૈયાર કરી ગ્રીન કોરીડોર ઉભો કર્યો હતો.

પોલીસે વડોદરાથી સિવીલ હોસ્પિટલનું ૧૧૧ કિ.મીનું અંતર માત્ર ૭૦ મિનિટમાં પૂર્ણ કરી અંગોને હેમખેમ પહોંચાડયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઓર્ગેન ડોનેટને લઈ લોકોમાં ધીમેધીમે જાગૃતિ આવી રહી છે, તેમ છતાં વિવિધ અંગોની રાહ જોતાં દર્દીઓનું વેઈટીંગ લીસ્ટ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. આજે પણ ૫૦થી વધુ દર્દીઓ કિડની મળે તેની રાહ જોઈ રહ્યાં છે.

download 15 » Trishul News Gujarati Breaking News

ટૂંકા ગાળામાં પોલીસે ચોથીવાર ગ્રીન કોરિડોર ઊભો કર્યો

માંજલપુરમાં રહેતાં મુકેશભાઈ શંકરભાઈ પટેલ (ઉં.વ.૬૧)ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. તેઓ જીવન – મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યાં હતા, ત્યારે જ ઘરના સભ્યોએ મન મક્કમ કરી તેમની કિડની અને લીવર ડોનેટ કરવાનુ નક્કી કરી લીધું હતું.

દરમિયાન ૨૪ કલાકની સારવાર બાદ તા. ૧લી નવેમ્બર ૨૦૧૯ના રોજ મુકેશભાઈનું અવસાન થયું હતું. તે વખતે પણ પોલીસે સ્પેશ્યલ ગ્રીન કોરીડોર ઉભો કરી ૧૨૯ કિ.મી.નું અંતર માત્ર ૮૫ મિનિટમાં પૂરૂ કરી ઓર્ગન સહી સલામત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.