ગુજરાતમાં બાળકો ઉઠાવી ભીખ મંગાવવાના રેકેટમાં મોટો ધડાકો, રિપોર્ટમાં મોટા ખુલાસા

Gujarat racket for begging children raised, report reveals

અમદાવાદમાં બાળકો પાસે ભીખ મગાવવાના રેકેટમાં આજે ફરી એકવખત નવો વળાંક સામે આવ્યો છે. અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે વટવામાંથી 17 બાળકોને મુક્ત કરાવ્યા હતા. આ મામલે ત્રણ આરોપીને ઝડપ્યા હતા. આ ઘટનામાં રાજ્યમાં બાળકો પાસેથી ભીખ અને ચોરી કરાવવી જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવતી હતી. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેનો આજે રિપોર્ટ સામે આવ્યા છે. રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.

તમામ બાળકોના ડીએનએ રિપોર્ટમાં 4 બાળકોના ડીએનએ મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. જે બાળકોનો ડીએનએ મેચ નથી થયો તેમાં બે બાળકીઓનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લવાઈ હતી જ્યારે એક બાળકીનું પૂણેથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય એક બાળકીને કમલા નામની મહિલા આરોપી આ ગેંગને સોંપી ગઈ હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ કરી છે.

આજે આવેલા બાળકોના ડીએનએ રિપોર્ટના ટેસ્ટમાં પોમી, ચોકલેટ અને અન્ય 2 બાળકીઓના DNA આરોપી મહિલા સાથે મેચ થયા ન હતાં. જેમાં પોમી અને ચોકલેટનું પાંચ વર્ષ પહેલાં સુરત રેલવે સ્ટેશનથી અપહરણ કરી લઈ આવ્યા હતા. જ્યારે એક બાળકીને પૂણેથી ઉપાડી લીધી હતી. બાળકોને હાથે પગે પાટા બાંધી અને ભીખ મંગાવતા હતા. તેઓ પાસે ચોરીઓ પણ કરાવતા હતા. જો કોઈ બાળક આનો વિરોધ કરે તો તેને મારતા પણ હતા.

ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાબ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ બાદ તેની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં મોટો ખુલાસો થયો હતો. આનંદ સલાટની માતા આનંદી સલાટ અને તેનો ભાઇ આનંદ, ઈનેશ અને રાજેશ તેમજ સંપત મદ્રાસી સાથે મળી અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને વડોદરા જેવા શહેરો અને જ્યાં મેળો ભરાતો હોય ત્યાં રમકડાં વેચવાના બહાને જતા હતા. અને ત્યાં ગરીબ પરિવારના બાળકોને ટાર્ગેટ કરી અપહરણ કરી લેતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બાળકો પાસે ભીખ મગાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. જેમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચે વટવામાંથી 8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો મુક્ત કરાવ્યાછે. બાળકો પાસે ભીખ મગાવી અને ચોરી કરાવતી ટોળકીને પકડી પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.