નવા ટ્રાફિક નિયમો છતા ગુજરાતમાં રસ્તાઓની બિસ્માર હાલત : માર્ગ અકસ્માતમાં ૩૪નાં મૃત્યુ

Published on Trishul News at 4:19 PM, Tue, 1 October 2019

Last modified on October 2nd, 2019 at 2:33 PM

આજે જાણે કાળદેવતા પોતાનું ખપ્પર ભરવા માગતા હોય તેમ માર્ગ અકસ્માતોનો દિવસ બની રહ્યો હતો. અંબાજી, ડીસા, કચ્છ, મહેમદાવાદ નજીક એક્સપ્રેસ-હાઇવે પર સર્જાયેલા અકસ્માતોમાં ૩૪ લોકોની જિંદગી હોમાઇ ગઇ છે. આ બનાવોમાં ૫૮થી વધુ લોકો ઇજા પામ્યા છેય સૌથી મોટો ગમખ્વાર અકસ્માત બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી જવાના માર્ગ પર સર્જાયો હતો. જેમાં ૨૧ લોકોએ જાન ગૂમાવ્યા હતા. આ જ જિલ્લામાં ડીસા નજીક થયેલા અન્ય અકસ્માતમાં પાંચના મોત થયા હતાં.

તેજ રફતાર માટે જાણીતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદ નજીક અકસ્માતમાં પણ પાંચનાં કરુણ મોત થયાં હતાં તો કચ્છમાં ભચાઉ, સામખિયાળી રાજમાર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોએ જાન ગૂમાવ્યા હતા. અંબાજીના ગમખ્વાર અકસ્માત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલસોજી વ્યક્ત કરીને જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી છે કે આનુસાંગિક કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે. અને ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની તબીબી સહાય- સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે.

યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પર પસાર થઈ રહેલ એક ખાનગી લક્ઝરી બસ રોડસાઇડની ખાઈમાં પલ્ટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બસમાં સવાર ૨૧ જેટલાં યાત્રીઓના કરુણ મોત નિપજ્યા હતા જેને લઈ વાતાવરણમાં યાત્રીઓની ચિચિયારીઓથી ગમગીની છવાઈ ગઈ હતી. અંબાજીથી બહુચરાજી જતા આણંદના યાત્રિકોની બસ ત્રિશૂળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી દરમ્યાન વરસાદી માહોલને લઈ બસના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હોઈ બસ રોડ સાઇડના રેલિંગ પર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ જિલ્લાના ખડોલ, નદેસરી, દાડવા સહિત ગામના ૭૦ જેટલા યાત્રિકો લક્ઝરી બસ લઈ યાત્રાએ નીકળ્યા હતા અને સોમવારે ખેડબ્રહ્મા ખાતે અંબાજી માતાના દર્શન કરીને યાત્રાધામ અંબાજી આવ્યા હતા જ્યાં મા અંબાના દર્શન કરીને બહુચરાજી જવા નીકળ્યા હતા.

દરમ્યાન સાંજના ચાર વાગ્યાની આસપાસ યાત્રીઓની બસ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી દરમ્યાન વરસાદને પગલે વળાંક લેતી વખતે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ રેલિંગ સાથે ટકરાઈને ખાઈમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર ૧૪ પુરુષો, ૪ બાળકો અને ૩ મહિલા મળીને ૨૧ યાત્રીઓના કરુણ મોત નિપજ્યા અને ૫૫ જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા વાતાવરણ યાત્રીઓના આક્રંદથી ગૂંજી ઉઠયું હતું.

બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા અને જાણ થતાં જ પોલીસ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે તાત્કાલીક સારવાર અર્થે દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ભયાનક અકસ્માતમાં મૃતકોની લાશો રોડ પર વિખેરાતા માર્ગ રક્તરંજીત બન્યો હતો. જોકે અકસ્માતમાં ૨૧ જેટલા યાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "નવા ટ્રાફિક નિયમો છતા ગુજરાતમાં રસ્તાઓની બિસ્માર હાલત : માર્ગ અકસ્માતમાં ૩૪નાં મૃત્યુ"

Leave a comment

Your email address will not be published.


*