આ તારીખથી શરુ થશે શાળાઓમાં શૈક્ષણિક સત્ર: ગુજરાત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે કરી આ જાહેરાત

Published on Trishul News at 7:23 PM, Wed, 28 April 2021

Last modified on April 28th, 2021 at 7:33 PM

છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારીને કારણે રાજ્યમાં તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. કોરના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય પણ બંધ છે. તેવામાં હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, 3 મેથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે. 3 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. અને 6 જૂન બાદ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થશે.

કોરોનાના કહેરના કારણે સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓને પણ મુલવતી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ આગળના સમય માં ક્યારેય લેવી તેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરેલી હતી. તેવામાં હવે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. અને 6 જૂનથી ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી હતી કે, શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારે આપવામાં આવશે અને નવા સત્ર ની શરૂવાત ક્યારથી કરવામાં આવશે. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશન ની તારીખો જહેર કરવામાં આવી છે.માધ્યમિક શિક્ષણ આગામી 3/5/ 2021 થી 6/6/2021 સુધીનું ઉનાળુ વેકેશન રહેશે. અને નવું સત્ર 7 જુન થી શરુ થશે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈને હજુ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક પ્રકારની અસમંજસતા જોવા મળી રહી છે.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ 10 મેથી 25મે સુધી યોજાવાની હતી. જેને કોરોના વાઇરસની કથળતી સ્થિતિને જોતાં સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે રાજ્યની રૂપાણી સરકાર આગામી 15મેના રોજ ફરીથી કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ પરીક્ષાઓ યોજવી કે નહીં અથવા તેને રદ કરવા અંગે નિર્ણય કરશે. ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. જેને જોતાં યુનિવર્સિટીઓમાં એપ્રિલ મહિના પૂરતું ઑફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આ તારીખથી શરુ થશે શાળાઓમાં શૈક્ષણિક સત્ર: ગુજરાત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે કરી આ જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*